Site icon

Minita Sanghvi NYS Senate election :વિદેશી ધરા પર ભારતીયોનો દબદબો, મુંબઈમાં જન્મેલી ગુજરાતી દીકરી મિનિતા સંઘવી USમાં લડશે સેનેટની ચૂંટણી; રચશે ઇતિહાસ..

Minita Sanghvi NYS Senate election :મૂળ રાજુલાના (હાલ વિલેપાર્લે) શ્રી દ્વારકાદાસ જીવનલાલ સંઘવી (વિલ્સન પેનવાળા)ના પૌત્રી તથા નીતાબેન અને જયંત દ્વારકાદાસ સંઘવીના પુત્રી ડો. મિનીતા, જેઓ હાલ અમેરિકા રહે છે, તેઓ રિપબ્લિકન જેમ્સ ટેડિસ્કો સામે નવેમ્બર ૨૦૨૪ની ચૂંટણીમાં ડેમોક્રેટ અને વર્કિંગ ફેમિલી પાર્ટીના ઉમેદવાર તરીકે NYS સેનેટ ડિસ્ટ્રિક્ટ ૪૪ માટે ચૂંટણી લડી રહ્યાં છે. આ ચૂંટણીમાં જીતી જશે તો NY સ્ટેટ સેનેટમાં પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનશે.

Minita Sanghvi NYS Senate election Mumbai-Born Democrat Minita Sanghvi set to run for New York senate

Minita Sanghvi NYS Senate election Mumbai-Born Democrat Minita Sanghvi set to run for New York senate

News Continuous Bureau | Mumbai 

Minita Sanghvi NYS Senate election :અમેરિકામાં રાજકીય તાપમાન વધવા લાગ્યું છે. આ વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. તમામ ઉમેદવારો પૂરા જોશ સાથે પ્રચારમાં લાગી ગયા છે. દરમિયાન મૂળ રાજુલાની દીકરી ડો. મિનીતા, જેઓ હાલ અમેરિકા રહે છે, તેઓ રિપબ્લિકન જેમ્સ ટેડિસ્કો સામે નવેમ્બર 2024ની ચૂંટણીમાં ડેમોક્રેટ અને વર્કિંગ ફેમિલી પાર્ટીના ઉમેદવાર તરીકે NYS સેનેટ ડિસ્ટ્રિક્ટ 44 માટે ચૂંટણી લડી રહ્યાં છે. આ ચૂંટણીમાં જીતી જશે તો NY સ્ટેટ સેનેટમાં પ્રથમ ભારતીય અમેરિકન મહિલા બનશે.

Join Our WhatsApp Community

Minita Sanghvi NYS Senate election :સમસ્યાઓ ઉકેલવામાં પારંગત છે મિનિતા  સંઘવી

સારાટોગા કાઉન્ટી ડેમોક્રેટિક કમિટીના અધ્યક્ષ માર્થા દેવાણીએ સંઘવીને ટેકો આપ્યો, તેમને પ્રતિબદ્ધ વકીલ અને તમામ પ્રકારની સમસ્યાઓ ઉકેલવામાં પારંગત તરીકે પ્રશંસા કરી. દેવાણીએ સંઘવીની બહુપક્ષીય પ્રતિભાઓને પ્રકાશિત કરી, જેમાં સમર્પિત માતાપિતા, આદરણીય શિક્ષક અને અસરકારક જાહેર સેવક તરીકેની તેમની ભૂમિકાઓનો સમાવેશ થાય છે, જે પક્ષપાતથી આગળ પરિણામ આપવાની તેમની ક્ષમતાના પુરાવા તરીકે છે. માર્થા દેવાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે સંઘવી પાસે ન્યૂયોર્કના 44મા સ્ટેટ સેનેટ ડિસ્ટ્રિક્ટનું નેતૃત્વ કરવા માટે જરૂરી તમામ ગુણો છે.

Minita Sanghvi NYS Senate election :મિનિતા સંઘવીનો સફળ ટ્રેક રેકોર્ડ 

આ ઉપરાંત Schenectady કાઉન્ટી ડેમોક્રેટિક કમિટીના ચેરમેન ફ્રેન્ક સલામોને સારાટોગા સ્પ્રિંગ્સ ફાયનાન્સ કમિશનર તરીકે સંઘવીના સફળ ટ્રેક રેકોર્ડ પર ભાર મૂક્યો હતો. સલામોને તેમના નાણાકીય વ્યવસ્થાપનની પ્રશંસા કરી અને તેમના નેતૃત્વ હેઠળ શહેરના મોટા સુધારાઓ પર પ્રકાશ પાડ્યો. તેમાં ત્રીજા ફાયર સ્ટેશનની સ્થાપના, 24/7 બેઘર આશ્રયસ્થાન અને આવશ્યક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં વૃદ્ધિનો સમાવેશ થાય છે. સલામોને જણાવ્યું હતું કે જો સંઘવી રાજ્યના સેનેટર તરીકે ચૂંટાય છે, તો પ્રદેશને માળખાગત વિકાસ અને આર્થિક પ્રમોશન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાથી ફાયદો થશે.

આ સમાચાર પણ વાંચો :  USAએ પરત કર્યો ભારતનો મહામૂલો ખજાનો, આટલી પ્રાચીન કિંમતી વસ્તુઓ સોંપી પરત , PM મોદીએ માન્યો આભાર

Minita Sanghvi NYS Senate election :આવા છે  અમેરિકન સેનેટની ચૂંટણી જીત્યા બાદના એક્શન પ્લાન

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે નવેમ્બરમાં યોજાનારી અમેરિકન સેનેટની ચૂંટણી જીત્યા બાદના એક્શન પ્લાન વિશે જણાવતા કહ્યું કે, ૪૪મા જિલ્લા માટે, મારી પાસે નવા વિચારો છે. જેમ કે સ્કેનેક્ટેડી અને સારાટોગાને જોડતો એક નવીન કોરિડોર બનાવવો જે ટેક્નિકલ પ્રગતિ અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપે છે. નગરો અને શહેરો, રસ્તાઓ અને પુલોને જાળવવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચરલ ડોલર મળે તેની ખાતરી કરવી, તેમના સેલ્યુલર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને અપગ્રેડ કરવાનું પ્લાનમાં છે. આરોગ્ય સંભાળમાં મહિલાઓની ઍક્સેસને સમર્થન આપવા ઉપર પણ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવાનો મારો પ્લાન છે.  

 Minita Sanghvi NYS Senate election :મિનિતા ગે રાઈટ્સ માટે કરે છે કામ 

મહત્વનું છે કે મિનિતા સંઘવી 2010થી અમેરિકાનું સિટીઝનશીપ ધરાવે છે અને અત્યાર તેઓ સારાટોગ સ્પિંગ્સમાં ફાયનાન્સ કમિશનર તરીકે સેવા બજાવે છે. મિનિતા એક લેખક અને પ્રોફેસર પણ છે.  2001માં મુંબઈથી અમેરિકા સ્થાયી થયેલી મિનિતા ગે રાઈટ્સ માટે કામ કરે છે. તેમણે સજાતીય લગ્ન કરેલા છે અને તેમના પાર્ટનરનું નામ મેગન છે. તેમને એક પુત્ર પણ છે જેનું નામ જેમી છે. તેમણે લેસ્બિયન હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો. 

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version