અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે.
સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક અને ટ્વિટર બાદ હવે સ્નેપચેટે ટ્રમ્પનું એકાઉન્ટ કાયમ માટે બંધ કરી દીધું છે.
સ્નેપચેટે આ પગલું અમેરિકાના સંસદ ભવનમાં હિંસા ભડકાવવાને કારણે લીધું છે.
અગાઉ સ્નેપચેટે થોડા સમય માટે ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કર્યું હતું, પરંતુ હવે સ્નેપચેટે ટ્રમ્પના એકાઉન્ટ પર કાયમ માટે પ્રતિબંધ મૂકી દીધો છે.
