Site icon

Myanmar military : મ્યાનમારમાં સેનાની બર્બરતા, પોતાના જ દેશની જનતા પર વરસાવ્યા બોમ્બ.. જુઓ વિડીયો

Myanmar military : બે ભયાનક ભૂકંપે મ્યાનમારમાં ભારે તબાહી મચાવી દીધી, જે ગયા વર્ષથી ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. આ દુર્ઘટનામાં 1600 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે

Myanmar military Amid earthquake crisis, Myanmar military still bombs towns

Myanmar military Amid earthquake crisis, Myanmar military still bombs towns

News Continuous Bureau | Mumbai

Myanmar military : મ્યાનમારનાં મધ્યસ્થ નગર અને બીજાં સૌથી મોટા આ શહેર માંડલેમાં 5.1નો ધરતીકંપનો આંચકો લાગ્યો હતો. શનિવારે રાત્રે આવેલા આ આંચકા અંગે યુનાઇટેડ સ્ટેટસ્ જીયોલોજિકલ સર્વે (યુએચજીએસ) જણાવ્યું છે કે વાસ્તવમાં શુક્રવારે બપોરે આવેલા 7.7 અંકના પ્રચંડ આંચકા પછીના આફટર શોક્સના ભાગરૂપે આ ધરતીકંપ થયો હોવાનું બની શકે.

Join Our WhatsApp Community

મહત્વનું છે કે શુક્રવારે 7.7ના પ્રચંડ આંચકા અને આફટર શોક્સથી અનેક મકાનો ધરાશાયી થયા છે. પૂલો તથા  માર્ગો તૂટી ગયા છે, મૃત્યુઆંક 1600 ઉપર પહોંચ્યો છે, 3,400 હજુ લાપત્તા છે.આવી સ્થિતિમાં  મૃત્યુઆંક વધવાની ભીતિ છ આ ધરતીકંપથી લોકો ગભરાટમાં ઘરોની બહાર નીકળી ખુલ્લામાં દોડી આવ્યા હતા.  

Myanmar military : ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં જુન્ટાએ વિનાશ મચાવ્યો

તે જ સમયે, આ ભયંકર કુદરતી આફતનો સામનો કરી રહેલા મ્યાનમારમાં, દેશના જુન્ટા લશ્કરી શાસને પણ આતંક મચાવ્યો છે. મ્યાનમારના જુન્ટા શાસને દેશના અનેક ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ હુમલા કર્યા હોવાના અહેવાલ છે. લશ્કરી શાસને જુન્ટા બળવાખોરો સામે આ હવાઈ હુમલાઓ કર્યા છે.  

Myanmar military : નેશનલ યુનિયને કરી ટિકા 

મ્યાનમારના સૌથી જૂના સશસ્ત્ર જૂથોમાંના એક, કરેન નેશનલ યુનિયને રવિવારે એક નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનમાં, યુનિયને કહ્યું, એક તરફ, દેશના લોકો ભૂકંપથી થયેલા વિનાશથી પીડાઈ રહ્યા છે અને બીજી તરફ, સેના નાગરિક વિસ્તારોને નિશાન બનાવીને હવાઈ હુમલાઓમાં વ્યસ્ત છે. અહેવાલ મુજબ, યુનિયને કહ્યું, દેશના જુન્ટા લશ્કરી શાસને આ મુશ્કેલ સમયમાં રાહત અને બચાવ કામગીરીને વિશેષ પ્રાથમિકતા આપવી જોઈએ, પરંતુ આ શાસન પોતાના જ લોકો પર હુમલો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

આ સમાચાર પણ વાંચો: વધુ એક યુદ્ધના એંધાણ? હવે ટ્ર્મ્પે આ દેશને આપી દીધી ધમકી; કહ્યું – ડીલ કરો નહીં તો બોમ્બવર્ષા કરીશું…

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Trump India Tariff: ટ્રમ્પે યુરોપિયન યુનિયનને કરી આવી અપીલ, પુતિન પર દબાણ બનાવવા માટે ઘડી રણનીતિ
Canada Visa: કેનેડાના કડક વિઝા નિયમોએ વૈશ્વિક શિક્ષણને બદલ્યું, ભારતીય વિદ્યાર્થીઓ માટે નવી પસંદ બન્યું આ શહેર
Turkey: નેપાળ બાદ હવે તુર્કી એ પણ સોશિયલ મીડિયા પર લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
Nepal Politics: રાજાશાહીની દસ્તક! કમ્યુનિસ્ટ શાસન થયું સમાપ્ત,જાણો શું છે નેપાળ ની રાજકીય સ્થિતિ
Exit mobile version