આ મુસ્લિમ દેશ ભારતની સાથે- કહ્યું અમે શા માટે પયગંબરની ટિપ્પણી સંદર્ભે વિરોધ કરીએ- જાણો કયો છે તે દેશ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોહમ્મદ પયગંબર(Prophet Muhammad) પર ટિપ્પણી વિવાદ મામલે ભારતને હવે મુસ્લિમ દેશ(Muslim country) બાંગ્લાદેશનો(Bangladesh) સાથ મળ્યો છે 

બાંગ્લાદેશના મંત્રીએ કહ્યું કે પયગંબર મોહમ્મદ વિશે ટિપ્પણી કર્યા બાદ શરૂ થયેલો વિવાદ ભારતનો આંતરિક મામલો(internal matter) છે. 

સાથે તેમણે કહ્યું કે, આ બાંગ્લાદેશનો આંતરિક મામલો નથી, પરંતુ બાહ્ય મામલો છે. દુનિયામાં જ્યાં પણ આવું થાય છે, ઇસ્લામિક પક્ષોએ(Islamic parties) તેનો વિરોધ કર્યો, અહીં પણ કર્યો. તે સામાન્ય છે.

આ ઉપરાંત મંત્રીએ તે આરોપોને પણ ફગાવી દીધા હતા, જેમાં કહેવામાં આવી રહ્યું હતું કે બાંગ્લાદેશ સરકાર(Government of Bangladesh) આ મુદ્દે સમજૂતી પર પહોંચી ગઈ છે.

બાંગ્લાદેશના માહિતી અને પ્રસારણ મંત્રી(Minister of Information and Broadcasting) હસન મહમૂદે(Hassan Mahmood) આ મામલે કાર્યવાહી કરવા બદલ ભારત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો : આ દેશમાં નુપુર શર્માનો વિરોધ કરનારા પ્રદર્શનકારીઓ પર સરકારની મોટી કાર્યવાહી- નોકરી-ધંધા બધુ ચોપટ- મળી દેશનિકાલની સજા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More