News Continuous Bureau | Mumbai
આર્થિક રીતે પાયમાલ થઈ ગયેલા પાકિસ્તાને(Pakistan) બહુ પહેલા જ ભારત(India) સાથે વેપારી સંબંધ ખતમ કરી નાખ્યા હતા. જોકે ભારત વગર નહીં ચાલે એવું હવે મોડે મોડે જ્ઞાન લાદતા પાકિસ્તાને આર્થિક ગાડી ફરી પાટે ચડાવવા ભારતની જ મદદ લેવાનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની શેહબાઝ(pakistan govt)ની સરકારે ભારત સાથે વેપાર(India trade business) કરવાને લઈને મોટો નિર્ણય લીધો છે.
લાંબા સમયથી પોતાની આર્થિક સ્થિતિને લઈને ચિંતિત પાકિસ્તાની કેબિનેટે(Pakistan Cabinet) ભારત સાથે વેપાર કરવા માટે ટ્રેડ મિનિસ્ટ્રી(Trade ministry)ની નિયુક્તિ કરી છે અને તેમના નવા ટ્રેડ મિનિસ્ટર(Trade minister) કમર ઝમાન(Qamar Zaman) બન્યા છે. જે ભારત સાથેના વેપારી હિતો ફરી જળવાય તેના પ્રયાસ કરવાના છે.
પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફ(Pakistan PM Shahbaz Sharif)ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી, જેમાં ભારત સાથે વેપાર માટે વેપાર પ્રધાનની નિમણૂકને મંજૂરી આપવામાં આવી છે. તેથી બહુ જલદી ટ્રેડ મિનિસ્ટર કમર ઝમાન ભારત સાથે વેપારની મંત્રણા કરશે એવું માનવામાં આવે છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારત સાથે વ્યાપારિક સંબંધો સુધારવાની વાત કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો : શ્રીલંકામાં PMના રાજીનામા બાદ પણ હિંસા ચાલુ, સાંસદ સહિત આટલા લોકોના મોત; મંત્રીનું ઘર સળગ્યું
મોંઘવારીથી ત્રસ્ત પાકિસ્તાને આ અગાઉ પણ ભારત સાથે વેપાર કરવાની ઈચ્છા જતાવી ચૂક્યું છે. પાકિસ્તાનના તમામ ટોચના અધિકારી અને નેતાઓ ભારત સાથે વેપાર કરવા માગે છે. ગયા મહિને પાકિસ્તાના બિઝનેસ ગ્રુપના ચેરમેને પણ કહ્યું હતું કે તેઓ ભારત સાથે વ્યાપારિક સંબંધ શરૂ કરશે. ભારત સાથે વેપારી સંબંધ ચાલુ કરવાથી પાકિસ્તાનમાં મોંધવારીમાં ઘટાડો થઈ શકે છે. વસ્તુઓના ભાવ ઘટી શકે છે.
અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં થોડા સમય પહેલાં જ સત્તા પરિવર્તન થયું છે. ઈમરાન ખાનની પાર્ટીએ સંસદમાં બહુમતી ગુમાવી દેતા શેહબાઝ શરીફ નવા વડા પ્રધાન બન્યા છે. તેઓ હવે દેવામાં ડૂબેલા પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને ફરી પાટે ચઢાવવા માંગે છે, તે માટે તેઓ ભારત સાથે ફરી વેપાર ચાલુ કરવા માગે છે.