Site icon

શ્રીલંકામાં પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન આવાસને ઘેરી લીધું

 

News Continuous Bureau | Mumbai  

Join Our WhatsApp Community

શ્રીલંકામાં ૯ એપ્રિલથી હજારો વિરોધીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. દેશની આર્થિક પરિસ્થિતિ(Fiancial situation) ખરાબ છે અને સરકાર પાસે મહત્વપૂર્ણ ઉત્પાદનોની આયાત કરવા માટે પૈસા નથી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવ આસમાને છે અને ઇંધણ(Fuel), દવાઓ(medicine) અને વીજળીની અછત(Power shortge) છે. પ્રદર્શનકારીઓ રાષ્ટ્રપતિ(President) ગોટબાયા રાજપક્ષે(Gotbaya Rajapaksa) અને વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની(Resignation) માંગ કરી રહ્યા હતા. કેટલાક દેખાવકારોએ વડાપ્રધાનના(PM resident) નિવાસસ્થાનની દિવાલો પર 'રાજપક્ષે, ઘરે જાઓ' લખ્યું હતું. વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વચગાળાની સરકાર ની માંગ ને ફગાવી દીધાના એક દિવસ બાદ રવિવારે વિરોધ પ્રદર્શને વધુ નાજુક વળાંક લીધો હતો. શ્રીલંકાના વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેએ વચગાળાની સરકાર બનાવવાની વિરોધીઓની માંગને ફગાવી દીધી છે. શ્રીલંકા ૧૯૪૮માં બ્રિટનથી સ્વતંત્ર થયા બાદથી અભૂતપૂર્વ આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે અને વડાપ્રધાન મહિન્દા રાજપક્ષેના રાજીનામાની માંગ સાથે સરકાર વિરોધી પ્રદર્શનને ૧૬ દિવસ થઈ ગયા છે. ઇન્ટર યુનિવર્સિટી સ્ટુડન્ટ્‌સ ફેડરેશનના હજારો વિદ્યાર્થીઓ વિજર્મા મ્વાટામાં વડા પ્રધાનના આવાસની બહાર સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.

Pakistan LNG Supply Crisis: કતારના એક નિર્ણયથી પાકિસ્તાન ‘ભિખારી’ જેવી હાલતમાં, LNG સપ્લાય બંધ થતા અંધારપટનું જોખમ.
US-Iran Conflict Escalates: ડોનાલ્ડ ટ્રમ્પની શ્રીલંકાને ખુલ્લી ધમકી! ઈરાની સૈનિકોને પરત મોકલવા પર મૂક્યો પ્રતિબંધ; દ્વીપ દેશ પર અમેરિકાનું ભારે દબાણ.
Donald Trump Iran-Israel War Post: ૧૨ માર્ચે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટમાં શું છે ખાસ? જાણો ઈઝરાયેલ અને ઈરાન પર તેની અસર..
Trump Orders 4x Boost in US: ઈરાનને પાઠ ભણાવવા ટ્રમ્પ એક્શન મોડમાં! અમેરિકાના હથિયાર ઉત્પાદનમાં ૪૦૦% નો વધારો; મિડલ ઈસ્ટમાં યુદ્ધના પડઘમ.
Exit mobile version