News Continuous Bureau | Mumbai
દુનિયાભરમાં કોરોના ફેલાવનાર ચીનના અનેક શહેરોમાં કોરોનાએ ફરી ઉથલો માર્યો છે. ચીનના શેનઝેન શહેરમાં કોરોનાના વધતા કેસને પગલે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. લોકોને ફરી એક વખત તેમના ઘરમાં પુરાઈ રહેવાની નોબત આવી છે.
ચીનના અનેક શહેરોમાં કોરોના નિયંત્રણ બહાર જતો રહ્યો હોવાનું કહેવાય છે. મળેલ અહેવાલ અનુસાર ચીનમાં 5,280 નવા કોરોનાના કેસ નોંધાયા છે. મહામારીની શરૂઆત બાદ પહેલી વખત આટલી મોટી સંખ્યામાં ચીનમાં કેસ નોંધાયા છે.
આ સમાચાર પણ વાંચો : કુદરત રૂઠી, મલેશિયા અને ફિલિપાઈન્સમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા
ચીનના નેશનલ હેલ્થ કમીશનના કહેવા મુજબ 2021માં દેશમાં નોંધાયેલા કેસ કરતા પણ અત્યારે સૌથી વધુ કેસ નોંધાયા છે. કોરોનાના વધતા પ્રકોપ વચ્ચે અનેક શહેરોમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. અનેક શહેરોમાં સ્કૂલ બંધ કરી દેવામાં આ છે. સંક્રમણ રોકવા લોકોને ઘરમાં રહેવાનું કહેવામાં આવ્યું છે.
ચીનમા ગયા અઠવાડિયામાં બીજિંગ, શાંધાઈ સહિત શેનઝેન, જિઆંગ્સુ, શેડોંગ અને ઝેજીયાંગ પ્રાંતમાં કોરોનાના નવા કેસ આવ્યા છે. તેનાથી ચીનની અર્થવ્યવસ્થાને ફરી ફટકો પડી શકે છે.
WHOના વૈજ્ઞાનિકોના કહેવા મુજબ દુનિયામાં ઓમીક્રોન અને ડેલ્ટાના મિશ્રણનો નવો વેરિયન્ટ વિકસી રહ્યો છે, જે બહુ ખતરનાક હશે.