ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 સપ્ટેમ્બર, 2021
સોમવાર
જુગાર રમવાનો નશો ખતરનાક હોય છે. હારે તો એક ક્ષણમાં જ બધું લૂંટાઈ જાય અને હારેલું ધન જીતવા માટે ફરીથી જુગારીઓ જોખમ લેવા તૈયાર થઈ જતાં હોય છે. આવું જ ઇંગ્લેન્ડના એક વ્યક્તિ સાથે થયું. જેની જુગારની આદતે પોતાની બીમાર માને પણ ઠગવાનું શરૂ કરી દીધું.
ઇંગ્લેન્ડના પ્લાય માઉથમાં રહેનારા ૪૧ વર્ષના બેરી પેરીમેનના પરિવારને વર્ષ 2014માં નેશનલ લોટરી દ્વારા અઢી કરોડ રૂપિયા મળ્યા હતા. આ લોટરી જીત્યા બાદ પરિવાર બહુ જ ખુશ થઇ ગયો અને બધાને લાગ્યું કે આ લોટરીથી તેમની જીંદગી બદલાઈ જશે, પરંતુ થોડા સમય બાદ બેરી પેરીમેને તેના પરિવાર અને ખાસ કરીને તેની માતાને ઠગવાનું શરુ કરી દીધું. તે કોઈને પણ કહ્યા વગર ક્રેડીટ કાર્ડનો ઉપયોગ કરીને રૂપિયા કઢાવવા લાગ્યો અને તે રકમ જુગારમાં વાપરવા લાગ્યો. આ સમય દરમિયાન બેરીની માતા ગંભીર રોગનો શિકાર બની. તેનો ઇલાજ કરવાને બદલે બેરી જુગાર રમવામાં મશગૂલ થયો.
અરે વાહ! હવે આ દેશના રસ્તા ભારત માટે ખુલ્યા. તમામ ફ્લાઇટ અને બીજા માર્ગો શરૂ. જાણો વિગત.
આખરે બેરીના ભાઈએ બેરી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી. છેલ્લે આ કેસ કોર્ટ સુધી પહોંચ્યો ત્યારે બેરીના વકીલે દલીલ કરી કે અગર બેરીને મોકો મળત તો એ પૂરા બે કરોડ રૂપિયા ઉપાડી લેત પણ તેણે માત્ર ૨૪ લાખ રૂપિયા જ લીધા. બેરીએ કોર્ટમાં કહેલું કે લોટરીનું સ્ક્રેચ કાર્ડ તેણે ખરીદ્યું હતું એટલે તેણે પોતાનો હિસ્સો કાઢ્યો છે. ન્યાયાધીશે બેરીને કહ્યું કે, લોટરીના રૂપિયા તારી માતાના ખાતામાં છે. તેથી તેના ઉપર તારી માતાનો અધિકાર છે. આ રૂપિયા તેના ઇલાજમાં વાપરવાને બદલે બેરીએ જુગારમાં ઉડાવી દીધા.
કોર્ટે બેરીને આ કાર્ય માટે દોષી ઠરાવીને ૨૧ મહિનાની જેલ, બે વર્ષનું સસ્પેન્શન અને પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવાની સજા ફટકારી હતી.