ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021
સોમવાર
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે માર્ચ 2019માં ઇટલી, મોનાકો અને ફ્રાંસની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ વર્ષ 2020માં મ્યાનમારનો પ્રવાસ કર્યો હતો. પછી છેલ્લા 600 દિવસમાં એક પણ વખત વિદેશપ્રવાસ નથી કર્યો. એથી અફવાઓ ફેલાઈ રહી છે કે જિનપિંગને ગંભીર બીમારી છે.
અમેરિકન મીડિયાના અહેવાલો મુજબ જિનપિંગ 18 જાન્યુઆરી, 2020 બાદ દેશની બહાર નથી નીકળ્યા.
લો બોલો… દેશના આ રાજ્યમાં વિપક્ષ વગર ચાલશે સરકાર, બધી પાર્ટીઓએ મિલાવ્યો હાથ
કોઈ પણ વિદેશી નેતા સાથે મુલાકાત નથી કરતા અને ચીનમાં અગર કોઈ વિદેશી મંત્રી મુલાકાતે આવે તો તે જિનપિંગને મળ્યા વગર વિદેશી મંત્રી વાંગ યી જોડે જ મુલાકાત કરે છે. માર્ચ 2019માં જિનપિંગે કરેલા વિદેશી પ્રવાસમાં ગાર્ડ ઑફ ઓનર હેઠળ નિરીક્ષણ કરતી વખતે ચાઇનાના રાષ્ટ્રપતિના પગ ડગમગ થઈ રહ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત કરતી વખતે ખુરશી પર બેસવા તેમણે સહારો લેવો પડ્યો હતો. જિનપિંગ ફોન ઉપર પણ કોઈની સાથે વધુ વાત કરતા નથી. કોઈ પણ મિટિંગમાં વ્યક્તિગત રીતે ઉપસ્થિત રહેવાને બદલે વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લે છે.
શેનઝેન વિશેષ ઇકૉનૉમિક ઝોનની સ્થાપનાની ૪૦મી વર્ષગાંઠે જિનપિંગ સ્ટેજ પર ભાષણ આપવા મોડા પહોંચ્યા હતા. બોલતી વખતે તેમનો અવાજ પણ ધીમો હતો અને વચ્ચે વારંવાર ઉધરસ આવી રહી હતી.
જિનપિંગની હાલમાં જ અમેરિકાના વિદેશ મંત્રી, સિંગાપુરના પ્રધાનમંત્રી, ડેનિશના પ્રધાનમંત્રી સાથેની જે બેઠકો હતી એ વગર કારણે સ્થગિત થઈ છે.
તાલિબાનનો પિત્તો ગયો, બેક્ટ્રિયન ખજાનો આખરે ક્યાં ગયો?