Site icon

તાલિબાનના ડરથી પ્રખ્યાત અફઘાની સિંગર હબીબુલ્લાહ શાબાબે ગાવાનું છોડ્યું, હવે કરી રહ્યો છે આ કામ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 27 ઑગસ્ટ, 2021
શુક્રવાર
તાલિબાને 15 ઑગસ્ટના રોજ અફઘાનિસ્તાન પર કબજો કર્યો ત્યારથી ત્યાંની સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઈ રહી છે. રાષ્ટ્રપતિ, સાંસદ, રાજનેતાથી લઈને સેલિબ્રિટી સુધીના દેશ છોડી રહ્યા છે. લોકો પોતાના ભવિષ્યની ચિંતા કરીને અફઘાનિસ્તાનમાંથી ભાગી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અફઘાનથી એવી તસવીર અને વીડિયો સામે આવી રહ્યા છે, જે ડરાવનારાં છે. દરમિયાન અફઘાનિસ્તાનના જાણીતા સિંગર હબીબુલ્લાહ શાબાબે પણ તાલિબાનના ડરથી ગીત ગાવાનું છોડી દીધું છે. શાબાબ હવે શાકભાજી વેચી રહ્યો છે. તેનો શાકભાજી વેચતો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Join Our WhatsApp Community

હબીબુલ્લા શબાબે કહ્યું કે "તાલિબાને મ્યુઝિક પર પ્રતિબંધ લગાવી દીધો છે. એથી હવે શું ગીત ગાઈશ? ફક્ત મારા પોતાના નાના બિઝનેસ પર પૂરી રીતે ધ્યાન આપવા માગું છું. તેનું કહેવું છે કે હવે અહીં સિંગિંગ બિઝનેસ પૂરી રીતે ઠપ જોવા મળી રહ્યો છે, તો આવામાં કઈંક તો કામ કરવું પડશે. 

નોંધનીય છે કે હબીબુલ્લાહ શાબાબ, હેલમેંડ પ્રાંતનો લીડિંગ આર્ટિસ્ટ અને સિંગર છે. તેનો અવાજ ઘણો સરસ છે. તેણે તાજેતરના ઇન્ટરવ્યૂમાં એ વાત જણાવી નથી કે અંતે સિંગિંગમાંથી બિઝનેસ તરફ જવાનો રસ્તો શા માટે પસંદ કર્યો. જોકે તાલિબાનના કબજા પછીથી જે રીતે આર્ટિસ્ટ ત્યાંથી ભાગી રહ્યા છે એ સ્પષ્ટ દર્શાવે છે કે લોકો પોતાના હુન્નરના બદલે શાંતિથી જીવન પસાર કરવા માગે છે. આ પહેલાં અફઘાન પૉપ સ્ટાર આર્યાના સઇદે પણ કાબૂલ છોડી દીધું છે. હાલ તે અમેરિકામાં છે.

Pakistan LNG Supply Crisis: કતારના એક નિર્ણયથી પાકિસ્તાન ‘ભિખારી’ જેવી હાલતમાં, LNG સપ્લાય બંધ થતા અંધારપટનું જોખમ.
US-Iran Conflict Escalates: ડોનાલ્ડ ટ્રમ્પની શ્રીલંકાને ખુલ્લી ધમકી! ઈરાની સૈનિકોને પરત મોકલવા પર મૂક્યો પ્રતિબંધ; દ્વીપ દેશ પર અમેરિકાનું ભારે દબાણ.
Donald Trump Iran-Israel War Post: ૧૨ માર્ચે યુદ્ધ સમાપ્ત થવાના સંકેત, ડોનાલ્ડ ટ્રમ્પની પોસ્ટમાં શું છે ખાસ? જાણો ઈઝરાયેલ અને ઈરાન પર તેની અસર..
Trump Orders 4x Boost in US: ઈરાનને પાઠ ભણાવવા ટ્રમ્પ એક્શન મોડમાં! અમેરિકાના હથિયાર ઉત્પાદનમાં ૪૦૦% નો વધારો; મિડલ ઈસ્ટમાં યુદ્ધના પડઘમ.
Exit mobile version