News Continuous Bureau | Mumbai
Nepal : નેપાળના મેયરની પુત્રી ગોવામાં ગુમ થઈ ગઈ હોવાના અહેવાલ છે. 36 વર્ષીય નેપાળી મહિલા આરતી હમાલ, જે નેપાળના મેયરની પુત્રી છે, તે ગોવામાં ગુમ થઈ ગઈ છે, એમ તેના પિતાએ રવિવારે જણાવ્યું હતું. સોમવારે રાત્રે 9.30 વાગ્યાની આસપાસ અશ્વેમ બ્રિજની આસપાસ આરતી છેલ્લે જોવા મળી હતી. નેપાળી અખબારના અહેવાલો અનુસાર, તે છેલ્લા કેટલાક મહિનાઓથી ઓશો મેડિટેશન સેન્ટર સાથે જોડાયેલી હતી. તે છેલ્લા કેટલાક મહિનાઓથી ગોવામાં રહેતી હતી અને સોમવારે રાત્રે છેલ્લીવાર જોવા મળી હતી.
મેયરે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગોવા પોલીસનો સંપર્ક કર્યો
ધનગઢી સબ-મેટ્રોપોલિટન શહેરના મેયર ગોપાલ હમાલે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ દ્વારા ગોવા પોલીસનો સંપર્ક કર્યો છે. સાથે જ સોશિયલ મીડિયા પર તેમની મોટી પુત્રીને શોધવામાં મદદ માટે અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આરતીના મિત્રએ તેના ગુમ થવા અંગે પરિવારને જાણ કરી હતી.
ઓશો ધ્યાન શિબિરમાં ભાગ લેવા માટે ગોવા આવી હતી
X પર તેમણે લખ્યું મારી મોટી પુત્રી આરતી હમાલ ઓશો ધ્યાન શિબિરમાં ભાગ લેવા માટે ગોવા ગઈ હતી, પરંતુ બે દિવસથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેમણે ગોવા સરકાર અને ગોવા પોલીસને તેની પુત્રીને શોધવામાં મદદ માટે અપીલ કરી છે. તેમણે એ પણ જણાવ્યું કે તેની નાની દીકરી અને જમાઈ તેને શોધવા ગોવા પહોંચી ગયા છે. હું નમ્ર વિનંતી કરું છું. કે જે લોકો ગોવામાં રહે છે તેઓ મારી દીકરી આરતીને શોધવામાં મદદ કરે..
આ સમાચાર પણ વાંચો : અમેરિકાના બાલ્ટીમોરમાં શિપ અથડાતા બ્રિજ તૂટ્યો: કાર્ગો શિપમાં હાજર તમામ 22 લોકો ભારતીય.. જુઓ વિડીયો..
આ છે છેલ્લું લોકેશન
બે દિવસથી ગુમ થયેલી આરતીને શોધવા મેયર હમાલે કાઠમંડુમાં ભારતીય દૂતાવાસ મારફતે ગોવા પોલીસનો સંપર્ક કર્યો છે. તેમણે કહ્યું કે દીકરીનું છેલ્લું લોકેશન ગોવાના જોરબા વિબે અશ્વિન બ્રિજ છે. દૂતાવાસની પહેલને પગલે ગોવા પોલીસે ગુમ થયાની ફરિયાદ નોંધીને શોધખોળ શરૂ કરી છે.