286
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ મે 2021
શુક્રવાર
વિશ્વનો સૌથી ઊંચો પર્વત એટલે કે માઉન્ટ એવરેસ્ટ પર એકવાર ચડવું એ પડકારજનક છે, ત્યારે બીજી તરફ નેપાળના ૪૩ વર્ષીય પર્વતારોહક મિગ્મા તેનજી શેરપાએ આ કામ ચાર દિવસના ટૂંકાગાળામાં બે વાર કરી દેખાડ્યું છે. આ નેપાળી શેરપાએ ૭મી મેના રોજ સાંજના સમયે માઉન્ટ એવરેસ્ટ કર્યું હતું ત્યારબાદ ૧૧મી મેના દિવસે બીજીવાર સવારના સમયે તેઓ માઉન્ટ એવરેસ્ટ પર પહોંચી ગયા.
આ એક વર્લ્ડ રેકોર્ડ છે. અગાઉ 2017માં ભારતીય પર્વતારોહક અંશુ જામસેનપાએ ૧૧૮ કલાક અને 15 મિનિટમાં બે વાર માઉન્ટ એવરેસ્ટ સર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે માઉન્ટ એવરેસ્ટ સર કરવા જતાં અનેક લોકોનાં મૃત્યુ થઈ જાય છે, ત્યારે બીજી તરફ સફળ રીતે બે વાર આરોહણ કરવું ખૂબ જ અઘરું છે.
You Might Be Interested In