ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
ચીનમાં ફરી એકવાર કોરોના વાયરસનો પ્રકોપ જોવા મળી રહ્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ ચીનના દાલિયાન પ્રાંતના નોર્થ-વેસ્ટર્ન સિટીમાં સ્થિત ઝુંગાઝે યુનિવર્સિટીમાં કોરોના સંક્રમણ વધ્યા બાદ યુનિવર્સિટી કેમ્પસને સીલ કરી દેવાઈ છે.
સાથે જ લગભગ 1500 થી વધારે વિદ્યાર્થીઓ હોટલ્સમાં આઈસોલેટ કરી દેવાયા છે.
ચીન સતત કોરોનાને લઈને ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહ્યું છે. જ્યાં પણ કોરોનાના થોડા પણ કેસ સામે આવે છે, ચીન તરત જ તે વિસ્તારમાં લોકડાઉન લાગુ કરી દે છે.
ઉલ્લેખનીય છે કે ચીનમાં ગયા વર્ષે જ કોરોના પર લગભગ લગામ લાગી ચૂકી હતી પરંતુ હવે અહીં કેટલાક વિસ્તારમાં સંક્રમણ ના કેસ વધી રહ્યા છે.