ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 26 નવેમ્બર 2021
શુક્રવાર.
એક તરફ ભારતમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. તો બીજી તરફ વિશ્વના અનેક દેશોમાં કોરોના વાયરસનું એક નવું સ્વરૂપ સામે આવ્યું છે. તેથી તકેદારીના પગલારૂપે આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ રહેવાની સૂચના આપી છે.
વિદેશમાં કોરોના વાયરસના નવો વેરિએન્ટ B.1.1529 મળી આવ્યા બાદ આરોગ્ય મંત્રાલયે આ પગલું લીધું છે. વિશ્વમાં બોસ્ટવાના, દક્ષિણ આફ્રિકા અને હોંગકોંગમાંથી આ પ્રકારના વેરિયન્ટના કેસ નોંધાયા છે. તેથી તકેદારીના પગલારૂપે આરોગ્ય મંત્રાલયે કહ્યું છે કે વિદેશથી આવતા લોકોની સઘન તપાસ થવી જોઈએ. તેમાંથી કોઈ પ્રવાસી પોઝિટિવ હોવાનું જણાયું તો તેમના નમૂના INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે.
ભારતમા કોરોનાની બીજી લહેર સંપૂર્ણપણે નિયંત્રણમા આવી ગઈ છે. ત્યારે યુરોપ, અમેરિકા અને રશિયા જેવા દેશોમાં કોરોનાએ આંતક મચાવ્યો છે. કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે. એવામાં હવે નવો વેરિયન્ટ મળી આવ્યો હોવાનું અને તે વેક્સિનને પણ ગણકારતો ન હોવાનું જણાઈ આવ્યું છે. તેથી ભારત સહિત વિશ્વના તમામ દેશો ટેન્શનમાં આવી ગયા છે.
દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકોને તાજેતરમાં કોરોના વાયરસના આ નવા પ્રકારના વેરિયન્ટ વિશે જાણવા મળ્યું છે. કોરોના વાયરસના આ નવા વાયરસે ચિંતા વધારી દીધી છે. આ કોવિડ વેરિઅન્ટને B.1.1529 તરીકે ઓળખવામાં આવી રહ્યો છે. આ વેરિઅન્ટમાં અસામાન્ય રીતે મોટી સંખ્યામાં મ્યૂટેટ થઈ રહ્યો છે. અગાઉના તમામ કોવિડ વેરિઅન્ટ્સ કરતાં “દેખીતી રીતે ખૂબ જ અલગ” જણાયો છે.
તેથી જ માંડ માંડ દેશમાં કોરોના કાબુમાં છે ત્યારે નવા વેરિઅન્ટને લઈને સ્વાસ્થ્ય મંત્રાલયે સંબંધિત વિભાગોને સખત સૂચના આપી દીધી છે. તે મુજબ વિદેશથી આવતા લોકોનું ત્રિ-પરિમાણીય મોનિટરિંગ જરૂરી રહેશે. તેમ જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ અને તેમના સંપર્કમાં આવેલા લોકોનું સ્ક્રિનિંગ અને પરીક્ષણ સખત રીતે કરવું પડશે. આવા પોઝિટિવ દર્દીઓના આરટીપીસીઆર રિપોર્ટને નિયમિતપણે જીનોમ સિક્વન્સિંગ લેબ INSACOGમાં મોકલવાનું પણ કહેવામાં આવ્યું છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યું કે હવે NCDC દ્વારા જાણ કરવામાં આવી છે કે બોત્સ્વાના (3 કેસ), દક્ષિણ આફ્રિકા (6 કેસ) અને હોકિંગ (1 કેસ)માં B.1.1529 વેરિઅન્ટના ઘણા કોવિડ કેસ નોંધાયા છે. આ વેરિઅન્ટ ખૂબ મોટી સંખ્યામાં પરિવર્તિત થયું હશે, જે લોકોને ગંભીર રીતે અસર કરી શકે છે.