ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 24 જાન્યુઆરી 2022
સોમવાર.
ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના વધતા કેસો અને તેના કારણે લાગૂ પ્રતિબંધોને જાેતાં વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને પોતાના લગ્ન સ્થગિત કર્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્ને જણાવ્યું હતું કે, તેઓએ પોતાના લગ્ન પાછા ઠેલવ્યા છે. લગ્ન કરતાં પરિવારજનોનો જીવ અત્યંત મહત્વનો છે. જોકે, જેસિંડા હવે ક્યારે લગ્ન કરશે તે અંગે કોઈ ખુલાસો આપ્યો નથી.
ઓમિક્રોનના વધતા કેસોને ધ્યાનમાં રાખી ન્યૂઝીલેન્ડમાં પણ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી રહી છે. જેસિંડાએ લગ્ન કેન્સલ કરતાં નિવેદન આપ્યું હતું કે, જીવ છે તો બધુ છે. જેસિંડાએ કહ્યું હતુ કે, હું બીજાથી અલગ નથી. ન્યૂઝીલેન્ડમાં આવા હજારો લોકો રહે છે. જેમના જીવન પર મહામારીની ગંભીર અસર થઈ છે. જેમાં સૌથી ખરાબ બાબત આ છે કે, જે લોકોને આપણે પ્રેમ કરતાં હોઈએ તો તેમના બીમાર થવા પર આપણે તેમની સાથે કેમ રહી શકતા નથી.
ન્યૂઝીલેન્ડના એક લગ્ન સમારોહ બાદ ઓમિક્રોનના નવ કેસો નોંધાયા હતા. જેનાથી લોકોમાં દહેશત ફેલાઈ છે. ત્યારબાદથી અહીં કોમ્યુનિટી સ્પ્રેડનું જાેખમ વધ્યું છે. અહીં રહેતો એક પરિવાર ઓકલેન્ડમાંથી લગ્ન સમારોહમાં સામેલ થયાં બાદ સાઉથ આઈલેન્ડ પરત ફર્યો હતો. ત્યારબાદ તે પરિવારના બે સભ્યો કોરોના પોઝીટીવ આવ્યા હતા. તેથી ન્યૂઝીલેન્ડમાં પ્રતિબંધની જાહેરાત કરતાં વડાપ્રધાને પોતાના લગ્ન મોકુફ કર્યા હતા.કોરોના વાયરસ અને તેના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસો વિશ્વભરમાં વધી રહ્યાં છે. જેના કારણે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિંડા અર્ડર્નના લગ્ન પર ગ્રહણ લાગ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ન્યૂઝીલેન્ડમાં ઓમિક્રોનના કેસો પીક પર છે. રોજિંદા કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. સરકારે લોકોને માસ્ક પહેરી રાખવા અપીલ કરી છે. રેસ્ટોરન્ટ, બાર, લગ્ન અન્ અન્ય સામાજિક મેળાવડામાં માત્ર ૧૦૦ લોકોને એકઠાં થવા આદેશ આપ્યો છે. તેમજ કોવિડ વેક્સિન ન લેનારા લોકોને એક સ્થળે ૨૫થી વધુ લોકોને એકઠાં થવા પર મનાઈ હુકમ જારી કર્યો છે.
GST પોર્ટલે ફરી ઉભી કરી વેપારીઓ માટે આફત, વેપારીઓને આવી ફરી નોટિસ; જાણો વિગત