236
Join Our WhatsApp Community
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનના સ્વાસ્થ્ય અંગે ફરી એકવાર અટકળોનો દોર શરૂ થઈ ગયો છે.
કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં કિમનું વજન અચાનકથી ઘણું ઘટી ગયું છે. તેઓ દુબળા થઈ ગયા છે.
કિમની તસવીરોનું ઝીણવટપૂર્વક વિશ્લેષ કરનારા લોકોએ જણાવ્યું કે તેમની સ્વિસ વોચના સ્ટ્રેપની લંબાઈ બકલ સુધી પહોંચી ગઈ છે. તેનાથી જાણી શકાય છે કે કિમનું કાંડુ પહેલાથી પતળું થઈ ગયું છે.
કિમ જોંગની તબિયતને લઈ ઉત્તર કોરિયાના લોકો પરેશાન થઈ ગયા છે. તમામ લોકો કિમ જોંગની જરૂર કરતાં વધારે ચિંતા કરી રહ્યા છે.
આ પહેલા, વિશેષજ્ઞોએ જણાવ્યું કે, કિમ જોંગ ઉનને હૃદયને લગતી કોઈ બીમારી છે. આવું એટલા માટે લાગે છે કારણ કે કિમ જોંગ ઉનના પરિવારને હૃદય સંબંધી બીમારીઓનો લાંબો ઈતિહાસ રહ્યો છે.
You Might Be Interested In