ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 14 ડિસેમ્બર 2021
મંગળવાર.
ભારત સહિત સમગ્ર દુનિયામાં કોરોનાનુ જોખમ મંડરાઈ રહ્યુ છે.
દુનિયાભરમાં ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાના નવા વેરિઅન્ટ રોકવા નોર્વે સરકારે પોતાના દેશમાં આંશિક રીતે લોકડાઉન લાગુ કરી દીધું છે.
અહીં જિમ અને સ્વિમિંગ પુલ બંધ કરવા અને સ્કુલોમાં કડક નિયમ સિવાય અન્ય વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરાઈ છે.
સાથે જ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટ પર કાબૂ મેળવવા માટે વેક્સિનેશન ઝડપી કરવામાં આવશે.
નોર્વેના વડાપ્રધાને કહ્યું કે ઓમિક્રોન સંક્રમણના કારણે કડકાઈ વરતવી જરૂરી છે કારણ કે અહીં જાન્યુઆરીમાં નવા કેસ પ્રતિ દિન 300,000 સુધી પહોંચી જાય તેવી આશંકા છે.
અકોલામાં ભાજપે ચમત્કાર કર્યો! રાષ્ટ્રવાદી, શિવસેના અને કોંગ્રેસના 80 મત ફૂટ્યા, જાણો વિગત