ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 સપ્ટેમ્બર 2020
અમેરિકામાં વ્હાઇટ હાઉસની રેસ વધુ ને વધુ રોમાંચક બની રહી છે આગામી ૩ નવેમ્બરના રોજ અમેરિકામાં રાષ્ટ્રપતિ ની ચુંટણીઓ થવાની છે. અમેરિકનોને આશા છે કે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી ચુંટણી જીતી શકે છે. અમેરિકન જનતાના સુરમાં સુર પુરાવતા આતંકવાદી ઓસામા બિન લાદેનની ભત્રીજી નૂર બિન લાદેનએ એક વિસ્ફોટક બયાન આપ્યું છે કે "જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો 9/11 જેવો હુમલો ફરી થઈ શકે છે. નૂર બિન લાદેનનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા ફક્ત અને ફક્ત ડોનાલ્ડ ટ્રમ્પ જ કરી શકે છે."
નૂર બિન લાદેને એક ઈન્ટરવ્યૂમાં ચેતવણી આપતા કહ્યું હતું કે, અમેરિકાને ડાબેરી સરકારની કોઈ જરૂર નથી. ડાબેરી ઉમેદવાર 'જો બિડેન' પર નિશાન સાધતા કહયું કે 'ડાબેરી સરકાર આવશે તો જાતિય ભેદભાવ વધશે. તેઓ અમેરિકાની સુરક્ષા કરી શકે તેમ નથી. ટ્રમ્પ પહેલાં બરાક ઓબામાના સમયે પણ એક ડાબેરી પક્ષ સરકાર ચલાવી રહ્યો હતો અને તેમના કાર્યકાળમાં જ ISIS નો વિશ્વભરમાં વિસ્તાર થયો છે અને યુરોપ સુધી તે પહોંચી ગયું છે.
કહેવાય છે કે કાકાની બદનામીને લીધે નૂર બિન લાદેને તેનું નામ બદલીને નૂર બિન લાદિન કરી દીધુ છે. તેનું કહેવું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદના મૂળ પર હુમલો કર્યો છે. ટ્રમ્પે એટલા માટે પણ ચૂંટણી જીતવી જરૂરી છે કારણ કે તેમની સરકાર અમેરિકા ઉપરાંત પશ્ચિમી સભ્યતાને બચાવી શકે એમ છે..