News Continuous Bureau | Mumbai
Pakistan bus attack : પાકિસ્તાનના બલૂચિસ્તાન રાજ્યના ઝોબ વિસ્તારમાં થયેલા એક ભયાનક હુમલામાં 9 મુસાફરોના જીવ ગયા છે. આ મુસાફરો ક્વેટા થી લાહોર જતી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. હુમલાખોરોએ નેશનલ હાઈવે પર બસને રોકી, મુસાફરોને ઉતાર્યા અને તેમની ઓળખ પુછી. ત્યારબાદ પંજાબના મુસાફરોને ગોળી મારીને હત્યા કરી.
Pakistan bus attack હમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી
અસિસ્ટન્ટ કમિશ્નર નવેદ આલમના જણાવ્યા અનુસાર, તમામ મૃતકો પંજાબના અલગ-અલગ વિસ્તારોમાંથી હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. હમલાની જવાબદારી હજુ સુધી કોઈ સંગઠને લીધી નથી, પરંતુ અગાઉ બલૂચ લિબરેશન આર્મી આવા હુમલાઓ માટે જાણીતી રહી છે.
Pakistan bus attack *સરકાર નિવેદન
– પ્રાંતિક સરકારના પ્રવક્તા શાહિદ રિંદે આ ઘટનાને આતંકવાદી હુમલો જાહેર કર્યો.
– હમલાવરોએ કોઈ ખાસ ઓળખના આધારે નિર્દોષ લોકોને લક્ષ્યાંક બનાવ્યા.
આ સમાચાર પણ વાંચો : Mumbai Best Bus Accident : મુંબઈના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બેસ્ટ બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, આટલા મુસાફરો ગંભીર રીતે ઘાયલ..
Pakistan bus attack*અગાઉની ઘટના
– માર્ચ 2025માં બલૂચ લિબરેશન આર્મી દ્વારા જાફર એક્સપ્રેસને હાઈજેક કરવામાં આવી હતી.
– ટ્રેનમાં 400થી વધુ મુસાફરો અને સંભવિત રીતે પાકિસ્તાની સૈનિકો પણ હતી.
આ ઘટના પાકિસ્તાનમાં ચાલી રહેલા આંતરિક તણાવને વધુ પ્રબળ બનાવે છે.