Site icon News Continuous Bureau | Mumbai

લો બોલો! પાકિસ્તાનમાં ઝીણા અને તેમની બહેનની મિલકત ગાયબ: મિલકતની તપાસ કરવા નીમાયું આયોગ; જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 18 નવેમ્બર  2021 
ગુરુવાર.  

પાકિસ્તાનના સ્થાપક મોહમ્મદ અલી ઝીણા અને તેમની બહેન ફાતિમા ઝીણાની સંપત્તિ સહિત તેમનો અન્ય સામાન ગાયબ થઈ ગયો છે. આ મિલકતની શોધ લગાવવા માટે સિંધ હાઈ કોર્ટે એક કમિટીની સ્થાપના કરવાનો આદેશ આપ્યો છે. રિટાયર્ડ જજના અ્ધ્યક્ષતામાં આ કમિટીની સ્થાપના કરવામાં આવી છે. કોર્ટે ઝિણા અને તેમની બહેનના શેર, દાગીના, ગાડી અને બેંકના ખાતામાં રહેલા પૈસા સહિત સંંપત્તિઓ સંબંધિત 50 વર્ષ જૂના કેસની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. પાકિસ્તાનની સ્થાપનાના એક વર્ષ બાદ સપ્ટેમ્બર 1948માં ઝિણાનું નિધન થઈ ગયું હતું. તો ફાતિમાનું નિધન કરાચીમાં 1967માં થયું હતું. દેશના ભાગલા બાદ ઝિણા પોતાની બહેન ફાતિમા સાથે પાકિસ્તાન ચાલી ગયા હતા. ઝિણાના મોટાભાગના સંબંધીઓએ ભારતમાં રહેવાનું પસંદ કર્યું હતું.

Join Our WhatsApp Channel

કુલભૂષણ જાધવને મળી મોટી રાહત: આંતરરાષ્ટ્રીય કોર્ટના દબાણ સામે ઝુક્યુ પાકિસ્તાન, સંયુક્ત સત્રમાં પસાર કર્યું આ બિલ 

Kenya Orders Tata Chemicals To Exit ‘બોરીબિસ્તરા બાંધો અને નીકળો’ આ દેશ ના પ્રેસિડેન્ટે ટાટા ગ્રુપની સદી જૂની કંપનીને કામકાજ રોકવા ફરમાન કર્યું
Trump Top 35 Leaders List ટ્રમ્પમોદી મિત્રતાનો નવો પુરાવો યુએસ રાજદૂત ગોરે કહ્યું ‘ટ્રમ્પની 35 સૌથી ખાસ લોકોની યાદીમાં મોદી ટોપ પર હશે’
Extreme El Nino 2027 Warning 1000 વર્ષનો રેકોર્ડ તૂટશે ‘ગોડઝિલા અલ નીનો’ પૃથ્વીને ભઠ્ઠીની જેમ તપાવશે, 2027 બનશે ઇતિહાસનું સૌથી ગરમ વર્ષ!
India Ready to Help End Ukraine Russia War વૈશ્વિક મંચ પર ભારતની મોટી પહેલ એસ. જયશંકરે કહ્યું યુક્રેનરશિયા યુદ્ધ પૂરું કરાવવા માટે ભારત તૈયાર
Exit mobile version