News Continuous Bureau | Mumbai
Pakistan: ભારતમાં (India) મોસ્ટ વોન્ટેડ (Most Wanted) આતંકવાદીની (Terrorist) આજે બુધવારે સવારે પાકિસ્તાનમાં (Pakistan) હત્યા ( Murder ) કરવામાં આવી છે. મૂળ પાકિસ્તાનના વતની આતંકવાદી ભારતના પઠાણકોટમાં ( Pathankot attack ) હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આજે સવારે સિયાલકોટમાં (SialKot) અજાણ્યા હુમલાખોરો દ્વારા તેની ગોળી મારીને ( shooting ) હત્યા કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.
2016માં પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલામાં સેનાના સાત જવાન શહીદ થયા હતા. સરહદ પાર બેઠેલો રશીદ લતીફ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું NIAની તપાસમાં જણાવા મળ્યું હતું.
પઠાણકોટ એરફોર્સ સ્ટેશન સરહદની નજીક છે. સેનાના મહત્વપૂર્ણ હથિયારો અહીં રાખવામાં આવે છે. આ એરફોર્સ સ્ટેશને 1965 અને 1971ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મિગ-21 ફાઈટર પ્લેનનું બેઝ સ્ટેશન છે.
16 વર્ષ ભારતની જેલમાં વિતાવ્યા…
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાનો (Gujranwala) વતની શાહિદ લતીફ ( Shahid Latif ) ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. તેની વિરુદ્ધ NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તે ભારત સરકાર દ્વારા લિસ્ટેડ આતંકવાદી હતો. તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. તે સિયાલકોટ સેક્ટરનો કમાન્ડર હતો, જે ભારતમાં આતંકવાદીઓના પ્રવેશ પર નજર રાખવામાં અને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં સામેલ હતો. શાહિદ લતીફની 12 નવેમ્બર, 1994ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 16 વર્ષ ભારતીય જેલમાં રહીને 2010માં વાઘા મારફતે દેશનિકાલ કરવામાં આવ્યો હતો.
2 જાન્યુઆરી 2016ના રોજ પંજાબના પઠાણકોટમાં થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ હતો. આ સિવાય શાહિદ ઈન્ડિયન એરલાઈન્સના (Indian Airlines) પ્લેનને હાઈજેક કરવાના કેસમાં પણ આરોપી હતો.
આ પહેલીવાર નથી કે જ્યારે ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ કોઈ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હોય. આ પહેલા પણ ભારતમાં આતંકવાદી જાહેર આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે.