News Continuous Bureau | Mumbai
Fact Check: ભારતીય સોશિયલ મીડિયા યૂઝર્સ અને ન્યૂઝ વેબસાઇટ ક્લાઉડિયા ગોલ્ડિનના નામે બનેલા એક્સ ફેક હેન્ડલ દ્વારા 10 ઓક્ટોબરના રોજ ભારતીય અર્થશાસ્ત્રી અને નોબલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેનની મૃત્યુ થયુ હોવાના સમાચાર સામે આવ્યા હતા.
વાયરલ થયેલા સમાચાર
ભારતીય ન્યૂઝ એજન્સી પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) એ તેના વેરિફાઈડમાંથી અમર્ત્ય સેનના મૃત્યુની જાણ કરી હતી. જોકે, બાદમાં આ પોસ્ટ ડિલીટ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ અનેક મીડિયા હાઉસ અને વેબ પોર્ટલ સહિત ક્લાઉડિયા ગોલ્ડિનના નામે એક્સ હેન્ડલ દ્વારા આપવામાં આવેલી માહિતીને સાચી માનીને અમર્ત્ય સેનના મૃત્યુના સમાચાર(Death News) પ્રકાશિત કરવામાં આવ્યા હતા.
આ રીતે ફેલાયા ફેક ન્યુઝ
Newscontinuousની તપાસમાં જાણવા મળ્યું કે, અહેવાલો ખોટા(Fack news) છે અને ડેથ હોક્સ તાજેતરના નોબેલ પારિતોષિક વિજેતા ક્લાઉડિયા ગોલ્ડિન(Claudia Goldin)નો દેખાડો કરતા ફેક એકાઉન્ટ દ્વારા ટ્વિચ કર્યુ હતું.
કથિત રીતે ગોલ્ડિનના એકાઉન્ટમાંથી ટ્વીટમાં આમર્ત્ય સેનની એક તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યુ હતુ કે, “એક ભયાનક સમાચાર. મારા પ્રિય પ્રોફેસર અમર્ત્ય સેન(Amartya Sen)નું મિનિટો પહેલા અવસાન થયું છે. કોઈ શબ્દો નથી.”
શું છે હકીકત?
અમર્ત્ય સેનના મૃત્યુનો દાવો ખોટો અને પાયાવિહોણો છે. સોશિયલ મીડિયા(social media) પર અમર્ત્ય સેનના મૃત્યુની અફવા ફેલાઈ ગયા બાદ સેનની પુત્રી નંદના સેને પણ તેના એક્સ હેન્ડલ પર તેના પિતા સાથેની એક તસવીર શેર કરી છે અને તેના મૃત્યુને નકારી કાઢ્યું છે.
અમર્ત્ય સેનની પુત્રી નંદના સેને(Nandana Sen) લખ્યું, “મિત્રો, તમારી ચિંતા બદલ આભાર, પરંતુ આ ખોટા સમાચાર છે. બાબા સંપૂર્ણ સ્વસ્થ છે. “અમે તાજેતરમાં કેમ્બ્રિજમાં પરિવાર સાથે એક અદ્ભુત સપ્તાહ પસાર કર્યું.” આગળ લખ્યું, “તે (અમર્ત્ય સેન) હાર્વર્ડમાં અઠવાડિયામાં બે કોર્સ ભણાવી રહ્યા છે અને તેમના પુસ્તક પર કામ કરી રહ્યા છે. હંમેશની જેમ તે વ્યસ્ત છે!”
આ સમાચાર પણ વાંચોઃ iQOO Neo 8 Series: આ દિવસે લોન્ચ થશે iQOO Neo 8 સિરીઝ, જાણો ફોનના ખાસ ફિચર્સ અને કિંમત