Site icon

Pakistan: ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ શાહિદ લતીફ પાકિસ્તાનમાં ઠાર મરાયો.. જાણો કોણ હતો શાહિદ લતીફ…. વાંચો વિગતે અહીં..

Pakistan: પાકિસ્તાનમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકી શાહિદ લતીફની હત્યા કરવામાં આવી છે. શાહિદ પઠાણકોટ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. …

Pakistan India's most wanted terrorist Pathankot attack mastermind Shahid Latif killed in Pakistan…

Pakistan India's most wanted terrorist Pathankot attack mastermind Shahid Latif killed in Pakistan…

News Continuous Bureau | Mumbai 

Pakistan: ભારતમાં (India) મોસ્ટ વોન્ટેડ (Most Wanted) આતંકવાદીની (Terrorist) આજે બુધવારે સવારે પાકિસ્તાનમાં (Pakistan) હત્યા ( Murder ) કરવામાં આવી છે. મૂળ પાકિસ્તાનના વતની આતંકવાદી ભારતના પઠાણકોટમાં ( Pathankot attack ) હુમલાનો માસ્ટર માઈન્ડ હતો. આજે સવારે સિયાલકોટમાં (SialKot) અજાણ્યા હુમલાખોરો દ્વારા તેની ગોળી મારીને ( shooting ) હત્યા કરવામાં આવી હોવાની વિગતો સાંપડી છે.

Join Our WhatsApp Community

2016માં પંજાબના પઠાણકોટ સ્થિત એરબેઝ પર આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલો આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદે કર્યો હતો. આ હુમલામાં સેનાના સાત જવાન શહીદ થયા હતા. સરહદ પાર બેઠેલો રશીદ લતીફ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ હોવાનું NIAની તપાસમાં જણાવા મળ્યું હતું.

પઠાણકોટ એરફોર્સ સ્ટેશન સરહદની નજીક છે. સેનાના મહત્વપૂર્ણ હથિયારો અહીં રાખવામાં આવે છે. આ એરફોર્સ સ્ટેશને 1965 અને 1971ના યુદ્ધમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મિગ-21 ફાઈટર પ્લેનનું બેઝ સ્ટેશન છે.

16 વર્ષ ભારતની જેલમાં વિતાવ્યા…

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાનવાલાનો (Gujranwala) વતની શાહિદ લતીફ ( Shahid Latif ) ભારતમાં મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હતો. તેની વિરુદ્ધ NIAએ UAPA હેઠળ કેસ નોંધ્યો હતો. તે ભારત સરકાર દ્વારા લિસ્ટેડ આતંકવાદી હતો. તે જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલો હતો. તે સિયાલકોટ સેક્ટરનો કમાન્ડર હતો, જે ભારતમાં આતંકવાદીઓના પ્રવેશ પર નજર રાખવામાં અને આતંકવાદી હુમલાની યોજના બનાવવામાં સામેલ હતો. શાહિદ લતીફની 12 નવેમ્બર, 1994ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને 16 વર્ષ ભારતીય જેલમાં રહીને 2010માં વાઘા મારફતે દેશનિકાલ કરવામાં આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : Direct Tax Collection: નાણાકીય વર્ષ 2023-24માં ભારતના પ્રત્યક્ષ કર સંગ્રહમાં થયો વધારો; ગ્રોસ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન આટલા ટક્કા વધ્યું, જાણો સંપુર્ણ અહેવાલ વિગતવાર… વાંચો વિગતે અહીં..

2 જાન્યુઆરી 2016ના રોજ પંજાબના પઠાણકોટમાં થયેલા હુમલાનો માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફ હતો. આ સિવાય શાહિદ ઈન્ડિયન એરલાઈન્સના (Indian Airlines) પ્લેનને હાઈજેક કરવાના કેસમાં પણ આરોપી હતો.

આ પહેલીવાર નથી કે જ્યારે ભારતમાં મોસ્ટ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ કોઈ આતંકવાદીની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી હોય. આ પહેલા પણ ભારતમાં આતંકવાદી જાહેર આતંકીઓની પાકિસ્તાનમાં હત્યા કરવામાં આવી છે.

Russia: પુતિને ટ્રમ્પને આપ્યો સૌથી મોટો આંચકો! પ્લુટોનિયમ કરાર રદ્દ, રશિયા હવે શું કરશે?
US-China Trade: અમેરિકન ટેરિફમાંથી ચીનને રાહત? નાણા મંત્રી બેસેન્ટનો મોટો દાવો, ‘સમજૂતી દ્વારા સમાધાન શક્ય’
Donald Trump: ‘કોણ બૂમો પાડે છે?’ પત્રકારના સવાલ પર ટ્રમ્પે ગુસ્સે થઈને શું કહ્યું? જાણો વિવાદનું કારણ
Pakistan-Afghan tensions: તણાવ ચરમસીમા પર: અફઘાન સીમા પર આતંકવાદીઓ સાથેની અથડામણમાં આટલા પાકિસ્તાની સૈનિકો શહીદ
Exit mobile version