News Continuous Bureau | Mumbai
આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનને એક બહુ મોટી સફળતા મળી છે જ્યારે કે ભારત માટે એક ચિંતાજનક વિષય છે.
વર્ષ 2018 થી આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં સામેલ કર્યું હતું. આશરે ચાર વર્ષ પછી આંતરરાષ્ટ્રીય સમુદાયે પાકિસ્તાનને આ લિસ્ટમાંથી હવે બહાર કાઢ્યું છે. આ સમાચાર પાકિસ્તાન માટે ઘણા મોટા રાહતના સમાચાર છે. તેમજ પાકિસ્તાન આ નિર્ણયને એક મોટી જીત ગણાવી રહ્યું છે.
બીજી તરફ ભારત માટે આ ચિંતાનો વિષય છે કારણ કે હવે પાકિસ્તાનને વિશ્વના અનેક દેશો તરફથી આર્થિક સહાયતા અને રાહત મળશે. છેલ્લા લાંબા સમયથી ભારતના સક્રિય પ્રયત્નો અને આંતરરાષ્ટ્રીય સમુદાય સામે આપવામાં આવેલા એવિડન્સને કારણે પાકિસ્તાન બરાબરનું ફસાઈ ગયું હતું. પરંતુ હવે આ સંદર્ભે પાકિસ્તાનને જીત મળી છે.
પાકિસ્તાનની આ જીત પર ભારતે સ્ટેટમેન્ટ જાહેર કર્યું છે અને જણાવ્યું છે કે તેની અપેક્ષા છે કે પાકિસ્તાન આતંકવાદીઓ સામે પોતાની કાર્યવાહી અને જવાબદારી સમજી શકશે.