News Continuous Bureau | Mumbai
સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે, જે મુજબ 15 માર્ચને ઇસ્લામોફોબિયા સામેની લડાઇ તરીકે ઉજવવામાં આવશે.
ભારતે આની સામે વાંધો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે દરેક ધર્મ પ્રત્યે ફોબિયા વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં કોઇ ચોક્કસ ધર્મના ફોબિયા માટે આંતરરાષ્ટ્રીય દિવસ જાહેર કરવો યોગ્ય નથી.
ભારતની જેમ ફ્રાન્સે પણ આ પ્રસ્તાવ પર પોતાની ચિંતા વ્યકત કરતા કહ્યું છે કે આ ઠરાવ કોઇ ચોક્કસ ધર્મને પસંદ કરીને ધાર્મિક અસહિષ્ણુતા સામેની લડાઇમાં વિભાજન પેદા કરે છે.
આ સમાચાર પણ વાંચો :આ બે રાજ્યોમાં ભાજપ મુખ્યમંત્રી નહીં બદલે. એક રાજ્ય સંદર્ભે વિચાર વિમર્શ શરું
