News Continuous Bureau | Mumbai
આર્થિક સંકટનો(Economic crisis) સામનો કરી રહેલા પાકિસ્તાનને(Pakistan) વધુ એક ઝટકો લાગ્યો છે
ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે(Financial Action Task Force) તેની જૂન 2022ની બેઠકમાં પણ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી(gray list) બહાર કાઢયું નથી.
FATFએ કહ્યું કે પાકિસ્તાને ટેરર ફાઇનાન્સિંગ(Terror financing) અને મની લોન્ડરિંગને(Money laundering) લગતી શરતો પૂરી કરી નથી.
હવે એફએટીએફની(FATF) ટીમ ઓનસાઇટ શરતો(Onsite terms)ને પહોંચી વળવાના દાવાની તપાસ કરવા પાકિસ્તાન જશે.
આ પછી જ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવાનો નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનને જૂન 2018માં ગ્રે લિસ્ટમાં મૂકવામાં આવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ગુરુદ્વારા પર હુમલો- આ સંગઠને લીધી તેની જવાબદારી- કહ્યુ- નુપુર શર્માની ટિપ્પણીનો અમે બદલો લીધો