સાસુ હોય તો આવી! જમાઈને લગ્નના દિવસે એવી ભેટ આપી કે… જોનારાઓની આંખો પહોળી થઇ ગઈ.. જુઓ વિડીયો..

આજકાલ લગ્ન અથવા અન્ય સમારોહમાં હવાઈ ફાયરિંગની ઘટનાઓ તો ખૂબ જોવા મળે છે, પરંતુ ભેટ તરીકે એકે-47 ગિફ્ટ મળે તો કેવું લાગે? સામાન્ય સંજોગોમાં બિલકુલ અશક્ય લાગતી આ ઘટના ખરેખરમાં બની છે પાકિસ્તાનમાં

by Dr. Mayur Parikh
Pakistani groom gets AK-47 rifle as wedding present, video sparks debate online

News Continuous Bureau | Mumbai

આજકાલ લગ્ન અથવા અન્ય સમારોહમાં હવાઈ ફાયરિંગની ઘટનાઓ તો ખૂબ જોવા મળે છે, પરંતુ ભેટ તરીકે એકે-47 ગિફ્ટ મળે તો કેવું લાગે? સામાન્ય સંજોગોમાં બિલકુલ અશક્ય લાગતી આ ઘટના ખરેખરમાં બની છે પાકિસ્તાનમાં. પાકિસ્તાનમાં આવો અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. જ્યાં જમાઇને ( Pakistani groom  ) લગ્ન પછી મંડપમાં જ તેની સાસુએ એકે-47 ગિફ્ટ ( wedding present ) (  AK-47 rifle ) આપી છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હન-વરરાજા એક સાથે સ્ટેજ પર બેઠા છે. પછી એક મહિલા સ્ટેજ પર આવે છે અને વરરાજાને અભિનંદન અને શુભેચ્છાઓ આપે છે. આ સાથે જ તે તેના એક સાથી પાસેથી એકે -47 એસોલ્ટ રાઇફલ લઈને વરરાજાને આપે છે.

આ સમાચાર પણ વાંચો : કડીના લગ્નમાં નોટોનો વરસાદ, આકાશમાં ઉડતી 500ની નોટો લૂંટવા લોકોએ કરી પડાપડી, જુઓ વીડિયો

આ સમય દરમિયાન લગ્નમાં ઉપસ્થિત લોકો જબરજસ્ત તાળીઓ પાડીને ચીયર્સ કરે છે. વરરાજા પણ રાઇફલ રાખે છે અને ફોટા માટે પોઝ આપે છે.

Join Our WhatsApp Community

You may also like