News Continuous Bureau | Mumbai
જમ્મુ-કાશ્મીરના અલગતાવાદી નેતાઓ કેન્દ્રશાસિત પ્રદેશને લઈને વિશ્વભરમાં ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર કરી રહ્યા છે. ગઈ કાલે ગુરુવારે એવું જ કંઈક થયું જ્યારે કાશ્મીરની સ્થિતિ પર અમેરિકામાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કેટલાક અલગતાવાદી નેતાઓએ તેને ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કર્યો. કાર્યક્રમમાં વિક્ષેપ પાડવા બદલ 6 અલગતાવાદી નેતાઓને હાંકી કાઢવામાં આવ્યા હતા.
હાલ આ ઘટનાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પાકિસ્તાની અધિકારી ચર્ચા દરમિયાન વક્તા પર જોરશોરથી બૂમો પાડતો નજરે ચડે છે. આ જ વીડિયોમાં એક અન્ય પાકિસ્તાની ફ્રીડમ ઓફ સ્પીચનો નારો લગાવતો જોવા મળે છે. આ શોરબકોર બાદ તેમને હોલમાંથી ધક્કા મારીને બહાર હાંકી કાઢવામાં આવ્યા હતાં.
ISI sent its Pakistani agents in US to disrupt a discussion on post-370 transformation of Jammu & Kashmir in Washington DC’s National Press Club on Thursday.
Panellists included Mir Junaid, President of J&K Workers Party and Touseef Raina, President of Baramulla Municipal Council pic.twitter.com/ZsmZ9hSR8M— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) March 24, 2023
આ સમાચાર પણ વાંચો : આ ખાનગી બેંક FD પર 9%નું જબરદસ્ત વ્યાજ આપી રહી છે, 501 દિવસ માટે રોકાણ કરો
ગઈ કાલે ગુરુવારે નેશનલ પ્રેસ ક્લબ ખાતે કાશ્મીર: ફ્રોમ ટર્મોઈલ ટુ ચેન્જ વિષય પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મંચનું સંચાલન જાણીતા કટાર લેખક સે હુન કિમ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને જમ્મુ કાશ્મીર વર્કર્સ પાર્ટીના વડા મીર જુનૈદ અને બારામુલ્લા મ્યુનિસિપલ કાઉન્સિલના પ્રમુખ તૌસીફ રૈનાએ પણ સંબોધિત કર્યા હતા. કાર્યક્રમ સુચારૂ રીતે ચાલી રહ્યો હતો પરંતુ ત્યાં હાજર કેટલાક અલગતાવાદીઓએ ચર્ચામાં અવરોધ ઉભો કર્યો અને પોતાની જગ્યાએથી બૂમો પાડવાનું ચાલુ રાખ્યું. ત્યાર બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી..