Site icon

2 વર્ષના બાળકને ફ્લેટમાં એકલા મૂકીને માતા-પિતા રજા પર ગયા, હવે ધરપકડ થઈ…

News Continuous Bureau | Mumbai

અમેરિકામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક માતા-પિતા (parents) તેમના 2 વર્ષના બાળક (Toddler) ને ફ્લેટમાં એકલા (Alone) મૂકી રજા (Trip) પર ગયા હતા. હવે આ બંનેની ધરપકડ (Arrest) કરવામાં આવી છે. ડોનાલ્ડ ગેકોંગ અને ડાર્લિન એલ્ડ્રિચ, 24, યુએસએના દક્ષિણ કેરોલિનામાં રહે છે. એપાર્ટમેન્ટના મેનેજરે જણાવ્યું કે માતા-પિતાને સતત ફોન કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે જવાબ આપ્યો ન હતો. બાદમાં આ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી અને ત્યારબાદ બાળકને બહાર કાઢવામાં આવ્યો હતો.

Join Our WhatsApp Community

બાળક લિવિંગ રૂમમાં બેડ પર ગંદા ડાયપરમાં સૂતો જોવા મળ્યો

બ્રિટિશ અખબાર ધ મિરર અનુસાર, જ્યારે પોલીસ પહોંચી ત્યારે બાળક લિવિંગ રૂમમાં બેડ પર ગંદા ડાયપરમાં સૂતો જોવા મળ્યો હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર રાહતની વાત છે કે તે સુરક્ષિત છે. પોલીસે જણાવ્યું કે બાળક તેની પાણીની બોટલ લેવા પહોંચ્યો પરંતુ તે ખાલી હતી. ફ્લેટમાંથી એક પ્રત્યક્ષદર્શીએ WCBD-TVને કહ્યું, ‘જ્યારે પોલીસ ફ્લેટમાં પ્રવેશી, ત્યારે બાળક જાગી ગયો અને ‘તત્કાલ તેની ખાલી પાણીની બોટલ માટે પહોંચ્યો.’ બાદમાં બાળકને તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. . . .

આ સમાચાર પણ વાંચો: હે રામ! આ વાનર છે ‘કલુઆ’, જામીન નામંજૂર થશે તો આજીવન કેદ થશે, જાણો તેની ભયાનક કહાની

માતાપિતાએ બહાનું કાઢ્યું

એપાર્ટમેન્ટના મેનેજરે માતા-પિતા (Parents) નો સંપર્ક કરવાનો ઘણી વખત પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યો હતો. પરંતુ આખરે જ્યારે ગેકોંગે પોતે મેનેજરને ફોન કર્યો ત્યારે તેણે તેઓને જણાવ્યું કે તે ફ્લેટમાંથી વહેલી સવારે નીકળી ગયો હતો અને તે થોડે દૂર હતો. જો કે, પિતાએ પાછળથી કહ્યું કે તે બિઝનેસ માટે ન્યૂયોર્કમાં છે અને માતા એલ્ડ્રીચ બાળક (Toddler) ની સંભાળ લઈ રહી છે. પાછળથી તેણે ફરીથી તેની વાર્તા બદલી અને માન્યું કે તેની પત્ની પણ ન્યૂયોર્કમાં છે. બંને યુગલોની ધરપકડ (arrest) કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. . .

Donald Trump: વ્હાઇટ હાઉસમાં હંગામો! વેનેઝુએલા મુદ્દે ટ્રમ્પ અને એક્સોન મોબિલ સામસામે, શું તેલની દુનિયાના સૌથી મોટા ખેલાડીને ટ્રમ્પ પાઠ ભણાવશે?
Iran Protest 2026: ઈરાનમાં હિંસક પ્રદર્શનો વચ્ચે શું ભારતીયોની ધરપકડ થઈ છે? ઈરાની રાજદૂતે જણાવ્યું સત્ય; જાણો શું છે સ્થિતિ
PM Modi Friedrich Merz Meeting: અમદાવાદથી બર્લિન સુધી ગુંજશે મિત્રતા! સાબરમતીના કિનારે PM મોદી અને જર્મન ચાન્સેલરની મુલાકાત, કરોડોના ડિફેન્સ સોદા પર દુનિયાની નજર
Iran Protest: ઈરાનમાં લોહીની નદીઓ વહી, ખામનેઈના આદેશ બાદ પ્રદર્શનકારીઓ પર અંધાધુંધ ફાયરિંગ, અત્યારસુધી થયા આટલા લોકોના કરુણ મોત
Exit mobile version