Site icon

ભારત બાદ અમેરીકા માં પેગાસસ નું ભૂત ધુણ્યું. સરકારી કર્મચારીઓનો ફોન હેક કરવા પેગાસસનો ઉપયોગ થયાની વાત બહાર આવતા હોબાળો…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 6 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

સોમવાર

અમેરિકાના વિદેશ વિભાગે એનએસઓ જૂથને બ્લેકલિસ્ટ કર્યા પછી સૌપ્રથમ વખત આ સમાચાર પ્રકાશમાં આવ્યા હતા. ગયા સપ્તાહે એપલે તેના આઇફોનને અને એપલની બધા પ્રકારની પ્રોડક્ટ્‌સનું હેકિંગ અટકાવવા એનએસઓ જૂથ પર કેસ કર્યો હતો અને જૂથને ૨૧મી સદીના ભાડૂઆતી ગુંડા કહ્યા હતા. એનએસઓ જૂથે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે તેની હેકિંગ સિસ્ટમ સાથે સંલગ્ન ગ્રાહકોનું એક્સેસ અટકાવી દીધી છે. પરંતુ તે તેના ગ્રાહકો ક્યાં છે તે નહી કહે. કંપનીએ જણાવ્યું હતું કે તેની સ્પાઇંગ ટેકનોલોજી અમેરિકાના ફોન હેક કરતાં અટકાવે છે અને ફ્કત લાઇસન્સ્ડ ગ્રાહકોને જ તે તેનું વેચાણ કરે છે. એનએસઓ પાસે તેના ટાર્ગેટ ગ્રાહકોને જાણવાનો કોઈ માર્ગ નથી. અમે આ કિસ્સા અંગે જાણકારી ધરાવતા નથી. એપલે યુગાન્ડા હેક અંગે કોઈપણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો છે. આતંકવાદીઓ અને ગુનેગારો માટે અસ્તિત્વમાં આવેલા પેગાસસનો ઉપયોગ હવે માનવ અધિકાર કાર્યકરો, પત્રકારો, સાઉદી અરેબિયાથી લઈ મેક્સિકો સુધીના રાજકારણીઓ અદનાન ખાશોગી જેવા આંતરરાષ્ટ્રીય વેપારી વગેરેની જાસૂસી માટે થઈ રહ્યો છે. અમેરિકાના વિદેશ વિભાગના ૧૧ કર્મચારીઓનો ફોન ઇઝરાયેલના કુખ્યાત ગ્રુપ એનએસઓની ટેકનોલોજીની મદદથી  હેક કરવામાં આવ્યો હતો, એમ આ અંગે જાણકારી ધરાવતી વ્યક્તિએ શુક્રવારે જણાવ્યું હતું. આ કર્મચારીઓ યુગાન્ડામાં આવેલા હતા અને તેમા કેટલાક ફોરીન સર્વિસ ઓફિસરોનો સમાવેશ થાય છે. વિભાગના કેટલાક યુગાન્ડિયન કર્મચારીઓમાં ૧૧ના ફોન હેક થયા હતા.  આમ અમેરિકન સરકારના કર્મચારીઓની વિગત હેક કરવા એનએસઓ જૂથના સ્પાયવેર પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યું તે પ્રથમ વખત બન્યું છે. કઈ વ્યક્તિ કે એકમે એનએસઓ ટેકનોલોજીનો ઉપયોગ અમેરિકન સરકારી કર્મચારીના ફોનના હેકિંગ માટે કર્યો છે તે હજી સુધી જાણી શકાયું નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન પ્સાકીએ જણાવ્યું હતું કે અમને એનએસઓ ગુ્‌પના સોફ્ટવેર જેવું કોમર્સિયલ સ્પાયવેર ગંભીર કાઉન્ટરઇન્ટેલિજન્સ પડકારો સર્જી શકે અને અમેરિકન કર્મચારીની સલામતી જાેખમમાં મૂકી શકે તેના અંગે ચિંતા છે.

દેશમાં ૫૦ ટકા લોકોએ રસીના બે ડોઝ લઈ લીધા છે. સ્વાસ્થ્ય મંત્રી નો દાવો. જાણો આંકડા અહીં…
 

US Iran Conflict 2026: મહાજંગનો ખતરો ટળ્યો! સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું; જાણો કેવી રીતે ઈરાન બચી ગયું
Nobel Peace Prize Rules: મચાડોએ ટ્રમ્પને આપ્યો પોતાનો નોબેલ શાંતિ પુરસ્કાર, શું આ એવોર્ડ કોઈ બીજાના નામે ટ્રાન્સફર થઈ શકે? જાણો શું કહે છે નિયમો.
Indians in Iran Safety: ઈરાન જંગના આરે: 10 હજાર ભારતીયોના જીવ તાળવે ચોંટ્યા! કાશ્મીરી વિદ્યાર્થીઓના વાલીઓએ વડાપ્રધાન મોદી પાસે માંગી મદદ
Air India Iran Flight Alert: ઈરાને એરસ્પેસ બંધ કરતા એર ઈન્ડિયાની અનેક ફ્લાઈટ્સ ડાયવર્ટ; મુસાફરો માટે નવી ગાઈડલાઈન જાહેર, જાણો વિગત
Exit mobile version