News Continuous Bureau | Mumbai
Philippines Earthquake: દક્ષિણ ફિલિપાઈન્સ (south Philippines) માં શુક્રવારે આવેલા શક્તિશાળી ભૂકંપ (Earthquake) ના કારણે કેટલીક ઈમારતોની છત ધરાશાયી થઈ ગઈ હતી. ભૂકંપ (Earthquake) ના કારણે મૃત્યુઆંક (Death) વધીને છ થઈ ગયો છે, જ્યારે અન્ય બે લાપતા છે. સ્થાનિક અધિકારીઓ કાટમાળ નીચે દટાયેલા બે લોકોને શોધી રહ્યા છે. ડિઝાસ્ટર એજન્સીએ શનિવારે આ જાણકારી આપી. જોકે સુનામીની કોઈ ચેતવણી આપવામાં આવી નથી.
6.7ની તીવ્રતાનો ભૂકંપ
યુ.એસ. જીયોલોજીકલ સર્વેએ અહેવાલ આપ્યો છે કે ફિલિપાઈન્સના દક્ષિણ છેડે, બુરિયાસથી 26 કિલોમીટર (16 માઈલ) દૂર 6.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમણે કહ્યું કે ભૂકંપનું કેન્દ્રબિંદુ 78 કિલોમીટર (48 માઈલ)ની ઊંડાઈએ હતું.
બે મોટા મોલની છત પડી
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા વીડિયોમાં બે મોટા મોલની છત પડી રહી છે અને થાંભલા હલી રહ્યા છે અને લોકો ભયથી ચીસો પાડી રહ્યા છે. ‘SM સિટી જનરલ સેન્ટોસ’ મોલ અને ‘રોબિન્સન જાન સાન’ મોલને અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર મોટાભાગના મકાનો અને ઈમારતોને નજીવું નુકસાન થયું છે. આ સિવાય બે મોટા મોલની છત પડી ગઈ છે. જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે મોલના થાંભલા ધ્રૂજી ગયા હતા અને લોકો ગભરાઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચોઃ Cyrus Poonawalla: કોરોના વેક્સિન બનાવનાર ડૉ. સાયરસ પૂનાવાલાને આવ્યો કાર્ડિયાક અરેસ્ટ.. જાણો વિગતે…
વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી
ઉલ્લેખનીય છે કે પેસિફિક ‘રીંગ ઓફ ફાયર‘ (ring of fire) પર સ્થિત હોવાને કારણે, ફિલિપાઈન્સ વારંવાર ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાનો અનુભવ કરે છે. ‘રિંગ ઓફ ફાયર’ એ પ્રશાંત મહાસાગર ના(Pacific ocean) તે ભાગમાં ધનુષ આકારની રેખા છે જ્યાં સૌથી વધુ સક્રિય જ્વાળામુખી (Volcano) છે.