ભારતના ફોટો-જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીના અફઘાનિસ્તાનમાં મૃત્યુના મામલામાં એક અમેરિકન મેગેઝિને એક નવો દાવો કર્યો છે.
અમેરિકાની એક મેગેઝિનમાં પ્રકાશિત એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, દાનિશ સિદ્દીકી ના તો અફઘાનિસ્તાનમાં ગોળીબારીમાં ફસાઇને માર્યો ગયો અને ના તો તે ઘટના દરમિયાન. પણ તાલિબાન તરફથી તેની ઓળખ પુષ્ટિ કર્યા બાદ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ કે આ હુમલા દરમિયાન દાનિશ સિદ્દીકીને છરા લાગ્યા હતા અને તે અને તેની ટીમ એક સ્થાનિક મસ્જિદમાં ગયા હતા જ્યા તેને શરૂઆતની સારવાર મળી હતી.
જોકે, જેવા જ આ સમાચાર ફેલાયા કે એક પત્રકાર મસ્જિદમાં છે, તાલિબાને હુમલો કર્યો હતો. સ્થાનિક તપાસથી ખબર પડી કે તાલિબાને દાનિશ સિદ્દીકીની હાજરીને કારણે મસ્જિદ પર હુમલો કર્યો હતો.
આ પહેલાં એવી માહિતી પ્રકાશમાં આવી હતી કે પુલિત્ઝર અવોર્ડ વિજેતા દાનિશની ગત 16 જુલાઈએ તાલિબાન અને અફઘાન સેનાની ક્રોસ ફાયરિંગમાં મૃત્યુ થયુ હતું. તે રોઇટર્સ તરફથી આ સંઘર્ષને કવર કરી રહ્યા હતા.