ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા પહોંચી ગયા છે. વડા પ્રધાન મોદી ખાસ ઍર ઇન્ડિયા વનમાં ભારતથી અમેરિકા પહોંચ્યા છે. મોદી 23 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ સવારે 4 વાગ્યે અમેરિકાની રાજધાની વૉશિન્ગ્ટન પહોંચ્યા હતા. અહીંના જૉઇન્ટ બેઝ એન્ડ્રુઝ ઍરપૉર્ટ પર ભારતીયો દ્વારા મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમેરિકાના વિદેશ મંત્રાલયના કેટલાક અધિકારીઓ ઍરપૉર્ટ પર પીએમ મોદીના સ્વાગત માટે પહોંચ્યા હતા. આ સાથે જ અમેરિકામાં ભારતના રાજદૂત તરનજિત સિંહ સંધુ પણ ઍરપૉર્ટ પર હાજર હતા.
પીએમ મોદી જ્યારે વૉશિન્ગ્ટન પહોંચ્યા ત્યારે હળવો વરસાદ પડી રહ્યો હતો. જોકે મોદીના સ્વાગત માટે સેંકડો ભારતીયો ઍરપૉર્ટની બહાર ઊભા હતા. મોદીનું આગમન થતાં જ ભારતીય સમુદાયના લોકોએ ભારત માતા કી જય, મોદી-મોદીના નારા લગાવ્યા હતા. મોદી-મોદીના નારા લગાવતાં આ ભારતીયો તિરંગો પણ લહેરાવતા હતા. મોદીએ ઍરપૉર્ટની બહાર ભેગા થયેલા સમર્થકો સાથે હાથ મિલાવ્યા અને તેમનું અભિવાદન કર્યું.
ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન બીજી વખત અમેરિકા પ્રવાસે છે. આ પહેલાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ હતા ત્યારે ગયા હતા. એ સમયે હ્યુસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડા પ્રધાને સંબોધન કર્યું હતું.
સારા સમાચાર : ચાલુ વર્ષે NDAની પરીક્ષામાં બેસી શકશે મહિલાઓ, સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો આ આદેશ
વોશિગંટનમાં વરસતાં વરસાદમાં પણ મોદીનું ભવ્ય સ્વાગત, ભારત જેવો જ સર્જાયો માહોલ; જુઓ વિડીયો…#US #Washington #DC #India #PMmodi #USvisit @narendramodi @PMOIndia pic.twitter.com/6QRqwgg65G
— news continuous (@NewsContinuous) September 23, 2021