ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
16મી G20 સમિટમાં ભાગ લેવા ઇટાલીની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વેટિકન સિટીમાં ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ નેતા પોપ ફ્રાન્સિસ સાથે મુલાકાત કરી છે.
આ બેઠક લગભગ 30 મિનિટ સુધી ચાલી અને ત્યારબાદ પીએમ મોદી પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીતમાં ભાગ લેવા માટે ત્યાંથી રવાના થયા હતાં.
આ મુલાકાત દરમિયાન તેઓએ પોપ ફ્રાન્સીસ સાથે ખાસ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદ સહિતના મુદે ચર્ચા કરી હતી. તથા વિશ્વ શાંતિ ભારતના પ્રયાસો અંગે પણ માહિતી આપી હતી.
વેટિકન ખાતે મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ મંત્રી એસ જયશંકર પણ હતા.
છેલ્લા 7 વર્ષમાં શ્રી મોદીની આ પ્રથમ રોમ મુલાકાત છે અને તેઓએ ખ્રિસ્તી ધર્મના સર્વોચ્ચ વડાની મુલાકાત લેવાનું પસંદ કર્યું તે પણ મહત્વનું છે.
JNUમાં ફરી એક વાર દેશવિરોધી કાર્યક્રમ; આવા ઉશ્કેરણીજનક વેબિનારને તત્કાળ રદ કરાયો; જાણો વિગત