News Continuous Bureau | Mumbai
PoK Protest: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર ( PoK )માં આઝાદીના નારા લાગ્યા બાદ શાહબાઝ શરીફ સરકાર અને પાકિસ્તાની સેનામાં હાલ ચિંતા વધી ગઈ છે. પીઓકેના લોકો જે રીતે પાકિસ્તાનના ( Pakistan ) અત્યાચારો સામે ઉભા થયા છે. તેનાથી પાકિસ્તાની નીતિ નિર્માતાઓમાં તણાવમાં ઉભા થયા હતા. પીઓકેમાં વિવિધ સ્થળોએ હજારો કાશ્મીરી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે ત્યારે પાકિસ્તાનને પીઓકે તેના હાથમાંથી છીનવાઈ જવાનો હવે ડર લાગવા લાગ્યો છે. પીઓકેમાં વિપક્ષને દબાવવા માટે હવે પાકિસ્તાની દમન ચક્ર શરૂ થયું છે. જેમાં દરેક ખૂણા પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. આમાં પાકિસ્તાન રેન્જર્સ અને ફ્રન્ટિયર કોર્પ્સને પણ તૈનાત કરવામાં આવ્યા છે. PoKના તમામ 10 જિલ્લામાં ઈન્ટરનેટ અને મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે પીઓકેમાં ભડકેલી હિંસા પર નિવેદન આપ્યું છે.
Deeply concerned about the situation in AJK.
Unfortunately in situations of chaos and dissent there are always some who rush in to score political points. While debate, discussion and peaceful protests are the beauties of democracy , there should be absolutely no tolerance for…
— Shehbaz Sharif (@CMShehbaz) May 12, 2024
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ( Shehbaz Sharif ) પીઓકેની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી અને તમામ પક્ષોને માંગણીઓના ઉકેલ માટે શાંતિપૂર્ણ માર્ગ શોધવા વિનંતી કરી હતી. શાહબાઝ શરીફે X પર લખ્યું, ‘અરાજકતા અને મતભેદની સ્થિતિમાં હંમેશા કેટલાક લોકો એવા હોય છે જે રાજકીય ફાયદો ઉઠાવવા માટે દોડી જાય છે. તેથી આવી સ્થિતિમાં ચર્ચા અને શાંતિપૂર્ણ વિરોધ લોકશાહીની સુંદરતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘કાયદો પોતાના હાથમાં લેવો અને સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવું બિલકુલ સહન કરવામાં આવશે નહીં.’
PoK Protest: શેહબાઝ શરીફે આ અંગે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે…
શેહબાઝ શરીફે આ અંગે આજે એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ બોલાવી છે. જેમાં PoKની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. દરમિયાન, રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ તમામ હિતધારકોને સંયમ રાખવા અને AJKમાં મુદ્દાઓને વાતચીત અને પરસ્પર પરામર્શ દ્વારા ઉકેલવા અપીલ કરી છે. રાષ્ટ્રપતિ કાર્યાલયમાંથી જારી કરાયેલા એક નિવેદનમાં, તેમણે કહ્યું કે, રાજકીય પક્ષો, રાજ્ય સંસ્થાઓ અને PoKના લોકોએ જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. જેથી પ્રતિકૂળ તત્વો તેમના ફાયદો ન ઉઠાવી શકે..
આ સમાચાર પણ વાંચો : Mumbai : ગજબનો કારભાર.. મુંબઈ શહેરના આધુનિકરણ માટે પહેલા કરી વૃક્ષોની હત્યા, હવે પાલિકા રોપશે 10 નવા બાઓબાબ વૃક્ષો..
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સ્થિતિ અંગે પીઓકેના કથિત વડાપ્રધાન અનવારુલ હક સાથે વાત કરી હતી. આ સાથે તેમણે પીઓકેમાં હાજર તેમની પાર્ટી પીએમએલ-એનના ( PML-N ) નેતાઓને અવામી એક્શન કમિટી સાથે વાત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તમામ પક્ષો પાસેથી શાંતિની અપીલ કરતાં તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, મને આશા છે કે વિરોધીઓના તમામ પ્રયાસો છતાં મામલો જલ્દી ઉકેલાઈ જશે.
વાસ્તવમાં વધતી કિંમતો અને વિશાળ નવા કર સામે શનિવારે PoK માં શરૂ થયેલ વિરોધ હિંસક બન્યો હતો. જે રવિવારે પણ ચાલુ રહ્યો હતો. જમ્મુ-કાશ્મીર જોઈન્ટ અવામી એક્શન કમિટીના આહ્વાન પર હજારો લોકોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. પરંતુ પાકિસ્તાની સુરક્ષા દળોએ ( Pakistani Security Forces ) તેને અટકાવતા લોકો ગુસ્સે થયા હતા. આ દરમિયાન ઘણી જગ્યાએ પ્રદર્શનકારીઓ અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં પાકિસ્તાનના એક એએસઆઈનું ( Pakistan ASI ) મોત થયું હતું, જ્યારે ઘણા પ્રદર્શનકારીઓ અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
આ સમાચાર પણ વાંચો : Noida: નોઈડાની આ સોસાયટીમાં થયો મોટો અકસ્માત, લિફટ 25માં માળની સિલિંગ તોડીને ઉપર પહોંચી, 3 ઘાયલ..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)