News Continuous Bureau | Mumbai
બ્રિટનમાં(Britain) છેક 19 વર્ષ બાદ પોલિયોનો વાયરસ(Polio virus) મળી આવતા આરોગ્ય તંત્ર(Health system) દોડતું થઈ ગયું છે. લંડનની(London) એક ગટરમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયોના વાયરસ મળી આવતા બ્રિટનના આરોગ્ય ખાતાએ વાલીઓને(parents) તુરંત તેમના બાળકોને પોલિયોનો ડોઝ(Polio dose) અપાવવાની અપીલ કરી છે.
બ્રિટનમાં અગાઉ પોલિયોનો વાયરસ 1984 ની સાલમા મળી આવ્યો હતો. 2003ની સાલમાં બ્રીટનને પોલિયો મુક્ત જાહેર કરવામાં આવ્યું હતું. હવે લંડની એક ગટરમાંથી મળેલા વાયરસ બાદ આરોગ્ય ખાતુ એલર્ટ(Alert) થઈ ગયું છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સીના(UK Health Security Agency) કહેવા મુજબ ફેબ્રુઆરી અને મે મહિનામાં લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયો વાયરસ મળી આવતા વધુ તપાસ ચાલી રહી છે.
આ સમાચાર પણ વાંચો : લો- પાકિસ્તાનના આ રાજ્યમાં બળાત્કાર ડામવા માટે ઈમરજન્સી લાગુ કરવામાં આવી- જાણો વિગત
નિષ્ણાતોના કહેવા મુજબ મળી આવેલો સેમ્પલ પોલિયો વાયરસ ની ઓળખ વેક્સિન ડેરિવેડ પોલિયો(vaccine derived polio) વાયરસ ટાઈપ 2 તરીકે કરવામાં આવી છે.
આ વાયરસથી અસમાન્ય સ્થિતિમાં પેરાલિસિસ(Paralysis) જેવી ગંભીર બીમારી થાય છે, જે લોકો સંપૂર્ણપણે વેક્સિનેટેડ નથી તેમને આ પ્રકારની બીમારી થવાની શક્યતા છે.