પ્રશાંત મહાસાગર પર વસેલું નયનરમ્ય ન્યૂઝીલેન્ડ આજે એક બે નહીં પણ 4-4 ભૂકંપના તીવ્ર આંચકાઓ ધ્રુજી ઊઠ્યું છે. આ ભૂકંપ 7.3,7.4, 8.1 અને 6.5ની તીવ્રતાના હતા.
સરકારી તંત્રે આંચકાઓ બાદ સુનામીની ચેતવણી પણ આપી દીધી. સાથે ન્યૂઝીલેન્ડ, ન્યૂ કૈલેડોનિયા અને વાનુઅતુના કાંઠા વિસ્તારોમાંથી હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કવાયત હાથધરવામાં આવી હતી.
જો કે ભૂકંપના આંચકાથી જાનમાલને કોઈ નુકસાનના અહેવાલ પ્રાપ્ત થયા નથી.
