PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ઇટાલીના મુક્તિ દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ઇટાલીમાં G7 સમિટમાં આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી. તેઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

by Hiral Meria
Prime Minister extended greetings on Italy's Liberation Day

News Continuous Bureau | Mumbai

PM Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની ( Giorgia Meloni ) સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી.  

પ્રધાનમંત્રીએ મુક્તિ દિવસની ( Italy Liberation Day ) 79મી વર્ષગાંઠ નિમિત્તે પીએમ મેલોની અને ઇટાલીના ( Italy  ) લોકોને તેમની શુભેચ્છાઓ પાઠવી.

જૂન 2024માં ઇટાલીના પુગ્લિયામાં યોજાનાર G7 સમિટ ( G7 Summit ) આઉટરીચ સેશનમાં આમંત્રણ આપવા બદલ તેમણે પીએમ મેલોનીનો આભાર માન્યો હતો. નેતાઓએ ઇટાલીની અધ્યક્ષતામાં G7 સમિટમાં ભારતની G20 અધ્યક્ષતાના મહત્વપૂર્ણ પરિણામોને આગળ લઈ જવાની, ખાસ કરીને ગ્લોબલ સાઉથને સમર્થન આપવાની વાત પર ચર્ચા કરી.

આ સમાચાર પણ વાંચો :  Bade miya chote miya: થિયેટર બાદ ઓટીટી પર ધૂમ મચાવવા તૈયાર ‘બડે મિયાં છોટે મિયાં’, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અક્ષય અને ટાઇગર ની ફિલ્મ

તેમણે ( Prime Minister Narendra Modi ) દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનું ચાલુ રાખવાની તેમની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી.

બંને નેતાઓએ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર પણ વિચારોનું આદાન-પ્રદાન કર્યું.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like