Site icon

યુક્રેન પર હુમલાઓ વચ્ચે રશિયાએ કર્યું શક્તિ પ્રદર્શન, યુદ્ધ અંગે વ્લાદિમીર પુતિને કહી આ વાત; જાણો વિગતે 

News Continuous Bureau | Mumbai

રશિયન દળો(Russian army)એ સોમવારે યુક્રેન(Ukraine)ના દક્ષિણી બંદર શહેર મેરીયુપોલ(Mariupol) પર કબજો કરવાના પ્રયાસમાં તેમના હુમલા વધુ તીવ્ર કર્યા છે. રશિયન હુમલા(Russia attack)માં વધારો એવા સમયે થયો છે જ્યારે મોસ્કોમાં 'રશિયામાં વિજય દિવસ'(Russia victory day)ની ઉજવણી કરવામાં આવી રહી છે. મેરીયુપોલ(mariupol)માં સીફ્રન્ટ અજાેવાસ્ટલ સ્ટીલ પ્લાન્ટ એ શહેરનો એકમાત્ર ભાગ છે જે રશિયન નિયંત્રણ હેઠળ નથી. યુદ્ધના ૧૧મા અઠવાડિયામાં, રશિયન દળોએ સ્ટીલ પ્લાન્ટ પર હુમલાઓ તીવ્ર કર્યા. તેમનો સામનો કરવા માટે લગભગ ૨,૦૦૦ યુક્રેનિયન લડવૈયાઓ ત્યાં તૈનાત છે. 

Join Our WhatsApp Community

જાે યુક્રેન અહીં તેની પકડ ગુમાવે છે, તો તેનો અર્થ એ થશે કે તેણે એક મહત્વપૂર્ણ બંદર ગુમાવ્યું છે જે રશિયાને ક્રિમીયન દ્વીપકલ્પમાં લેન્ડ કોરિડોર સ્થાપિત કરવામાં સક્ષમ બનાવશે. રશિયાએ ૨૦૧૪માં યુક્રેનના ક્રિમિયાને પોતાની સાથે જાેડ્યું હતું.

રશિયા બીજા વિશ્વયુદ્ધમાં નાઝી જર્મની(Germany) પર તત્કાલીન સોવિયેત સંઘના વિજયની યાદમાં 'વિજય દિવસ' ઉજવે છે. આ જીત ૯ મેના રોજ મળી હતી. રશિયન વિશે, સંયુક્ત રાષ્ટ્ર(UN)માં યુએસ એમ્બેસેડર લિન્ડા થોમસ ગ્રીનફિલ્ડે કહ્યું હતું કે "તેમની પાસે ઉજવણી કરવાનું કોઈ કારણ નથી. તેઓ યુક્રેનને હરાવી શક્યા નથી," તેમણે કહ્યું તેઓ વિશ્વ અથવા નાટો(NATO) (નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઈઝેશન) ને વિભાજિત કરવામાં સફળ થયા ન હતા. તેઓ માત્ર આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાને અલગ રાખવામાં અને સમગ્ર વિશ્વમાં એક આઉટકાસ્ટ દેશ બનવામાં સફળ થયા છે." 

આ સમાચાર પણ વાંચો :  ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બન્યા આ ભયંકર બિમારીનો શિકાર, કરાવી રહ્યા છે પરંપરાગત ચાઈનીઝ દવાઓથી તેમનો ઈલાજ- રિપોર્ટ..  

વિજય દિવસ પર લશ્કરી પરેડમાં, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને(Vladimir Putin) હુમલાને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કરતા  દાવો કર્યો કે "આપણી સરહદોની બાજુમાં સંપૂર્ણપણે અસ્વીકાર્ય જોખમ" નાબૂદ કરવું જરૂરી હતું. તેમણે વારંવાર આરોપ લગાવ્યો છે કે યુક્રેન રશિયા(Ukraine Russia) પર હુમલાની યોજના બનાવી રહ્યું છે, જોકે કિવ તેનો સખત ઇનકાર કરે છે. પુતિને દાવો કર્યો કે, "ખતરો દિવસેને દિવસે વધી રહ્યો હતો" અને "રશિયાએ તોળાઈ રહેલા હુમલાનો જવાબ આપ્યો છે." તેમણે ફરી એકવાર પશ્ચિમી દેશોની સુરક્ષાની બાંયધરી અને નાટોના વિસ્તરણને પાછી ખેંચવાની રશિયાની માંગને ધ્યાન ન આપવા બદલ ટીકા કરી, દલીલ કરી કે મોસ્કો પાસે હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.  

India-EU FTA Update: ટ્રમ્પના ટેરિફ વોર સામે પીએમ મોદીનો વળતો પ્રહાર! ભારત અને યુરોપ વચ્ચે ઐતિહાસિક ડીલ; 27 જાન્યુઆરીએ દુનિયા જોશે ભારતની તાકાત
US-India Trade War,India: શું ભારત રશિયાના તેલથી વંચિત રહ્યું? અમેરિકાના 500% ટેરિફના લલકાર અને ‘રશિયા કનેક્શન’ કાપવાના દાવાએ મચાવ્યો ખળભળાટ
Donald Trump Air Force One: દુનિયાના સૌથી સુરક્ષિત વિમાનમાં ‘ગાબડું’! ટ્રમ્પના એર ફોર્સ વન ફેઈલ થતા ખળભળાટ; દાવોસ પહોંચતા પહેલા જ અધવચ્ચે અટક્યા રાષ્ટ્રપતિ
Donald Trump Board of Peace: વિશ્વયુદ્ધ કે વિશ્વશાંતિ? ડોનાલ્ડ ટ્રમ્પ હવે ‘આજીવન અધ્યક્ષ’ બનવા તરફ! સંયુક્ત રાષ્ટ્રનું અસ્તિત્વ ભૂંસવા ટ્રમ્પ લાવ્યા અનોખી ફોર્મ્યુલા
Exit mobile version