શરમજનક- રાણી એલિઝાબેથના નિધન પર આ દેશના ટીવીના એન્કરે કરી નાખી આવી હરકત-ખરાબ રીતે થયો ટ્રોલ

News Continuous Bureau | Mumbai

બ્રિટનના રાણી એલિઝાબેથ(Queen Elizabeth of Britain)-2નું ગુરુવારે નિધન થયું હતું.  તેમના નિધનથી બ્રિટન સહિત પૂરી દુનિયા શોકમગ્ન છે. દુનિયાભરના અગ્રણીઓ શોક વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે આર્જેન્ટિનાની(Argentina) એક ટીવી ચેનલના એન્કરે(TV channel Anchor) શેમ્પેઈનની બોટલ(Bottle of champagne) ખોલીને તેમના મોતની ઉજવણી(Celebrating Death) કરી હતી. તેની આ હરકતનો વીડિયો સોશિયલ મીડિયા(Social media) પર ફરી વળ્યો હતો. ત્યારબાદ ચોતરફથી તેની ટીકા કરવામાં આવી રહી છે.

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ સેન્ટિયાગો કુનિયો(Santiago Cuneo) નામના આ એન્કરે રાણી એલિઝાબેથના મૃત્યુની ઉજવણી કરી હતી. ઘણા વર્ષો સુધી એલિઝાબેથના મૃત્યુની રાહ જોઈ હતી. એમ કહીને તેણે શેમ્પેઈનની બોટલ ખોલીને જશ્ન મનાવ્યો હતો અને યોગ્ય વ્યક્તિ મૃત્યુ પામી હોવાનું કહ્યું હતું. એટલું જ નહીં પણ વિડિયો માં આ એન્કર સિવાય અન્ય લોકો પણ રાણીના મૃત્યુની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. તાળી પાડતા પણ જણાયા હતા.

આ સમાચાર પણ વાંચો : રંગભેદ- હિન્દુ ધર્મનું ચુસ્ત પાલન અને ભારતીય- શું આ કારણ છે ઋષિ સુનકની હારનું- સોશિયલ મીડિયા પર પોસ્ટનો રાફડો ફાટ્યો

સેન્ટિયાગોનો વિડિયો વાયરલ(Viral video) થયા બાદ સોશિયલ મીડિયા પર યુઝરોએ તેની ભારે ટીકા કરી હતી. અનેક લોકોએ કહ્યુ હતું કે  એન્કર રોયલ ફેમિલિથી (Royal Family) નારાજ છે પરંતુ તેનો મતલબ એવો નથી કે તે કોઈની પણ મજાક ઉડાવે. અમુક લોકોએ એમ પણ કહ્યું હતું કે ટીઆરપી(TRP) મેળવવા માટે તેણે આ કર્યું હતું.
 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *