News Continuous Bureau | Mumbai
Ram Mandir Inauguration: આજે સમગ્ર ભારતમાં દિવાળી અને રામમય વાતાવરણ સર્જાયુ છે. રામ મંદિરના ઉદ્દઘાટન ઉજવણીનો ઉત્સાહ માત્ર ભારતમાં જ નહી પરંતુ વિદેશમાં પણ આ ઉત્સાહ દેખાય રહ્યો છે. આ જ પૃષ્ઠભૂમિમાં મેક્સિકોના ( Mexico ) ક્વેરેટારો શહેરમાં રવિવારે નવનિર્મિત રામ મંદિરને ( Ram Mandir ) પવિત્ર કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભારતીય ઇમિગ્રન્ટ્સે ભજન ગાયા અને કીર્તન કર્યા હતા. એક અમેરિકન પૂજારીએ ભારતીય મૂળના લોકો સાથે મંદિરની પૂજા કરી હતી. આ પછી મંદિરને સામાન્ય ભક્તો માટે ખોલવામાં આવ્યું હતું.
First Lord Ram temple in Mexico!
On the eve of ‘Pran Pratishtha’ ceremony at Ayodhya, city of Queretaro in Mexico 🇲🇽 gets the first Lord Ram temple. Queretaro also hosts the first Lord Hanuman temple in Mexico. 1/2#RamMandir pic.twitter.com/jBm5olGxVY
— India in México (@IndEmbMexico) January 21, 2024
મેક્સિકોમાં ( Queretaro ) ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સમાચાર શેર કર્યા છે. ( Indian Embassy ) ભારતીય દૂતાવાસે લખ્યું – “ભગવાન રામનું પ્રથમ મંદિર મેક્સિકોમાં બનાવવામાં આવ્યું છે. અયોધ્યામાં ‘પ્રાણ પ્રતિષ્ઠા’ ( prana-pratishtha ) સમારોહના એક દિવસ પહેલા, મેક્સિકોના ક્વેરેટરો શહેરમાં શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મેક્સિકોના જ ક્વેરેટારો શહેરમાં ભગવાન હનુમાનનું પ્રથમ મંદિર બનાવવામાં આવ્યું હતું.
મેક્સિકોના રામ મંદિરમાંથી ભગવાન રામની મૂર્તિ પણ ભારતથી જ લાવવામાં આવી છે…
એમ્બેસી મંદિર અને સમારંભની તસવીરો શેર કરતા એમ્બેસીએ લખ્યું – મેક્સિકોના રામ મંદિરમાંથી ભગવાન રામની મૂર્તિ પણ ભારતથી જ લાવવામાં આવી છે. ભજન અને આરતીના ગાનથી મંદિરનું વાતાવરણ દિવ્ય ઉર્જાથી ભરાઈ ગયું હતું. આ દરમિયાન ભારતીય મૂળના લોકો જય શ્રી રામના નારા લગાવી રહ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Goutilizer: ફર્ટીલાઈઝર નહીં પરંતુ ગૌટીલાઈઝર, એગ્રીકલ્ચરના કેમીકલ બજારમાં ગૌમય ઓર્ગેનિકની એન્ટ્રી…
નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામલલાની મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો છે. આ અભિષેક કરવામ માટે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ભારતમાં રામાયણ સંબંધિત મંદિરોની આધ્યાત્મિક યાત્રા પર હતા. તેણે કહ્યું હતું કે તે યમના નિયમો અને શરતોનું પાલન કરી રહ્યા છે. વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આ કાર્યક્રમમાં હાલ સંતો અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ સહિત 7,000 થી વધુ લોકો સ્થળ પર હાજરી આપી રહ્યા છે
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)