ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
ફેસબૂકને રોહિંગ્યાઓના નરસંહાર માટે જવાબદાર ઠેરવવામાં આવી છે.આ કેસમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ફેસબૂકની બેદરકારીના કારણે ફેસબૂક પર રોહિંગ્યાઓ સામેની હેટ સ્પીચ વાયરલ થઈ હતી. કેસ કરનાર રોહિંગ્યાઓના સંગઠનોએ ફેસબૂક પાસે કુલ મળીને ૧૫૦ અબજ ડોલર એટલે કે ૧૧.૩૦ લાખ કરોડનુ વળતર માંગ્યુ છે.અમેરિકાની કોર્ટમાં થયેલા કેસમાં કહેવાયુ છે કે, મ્યાનમારના માર્કેટમાં પકડ જમાવવા માટે ફેસબૂકે જાણી જાેઈને રોહિંગ્યાઓના જીવનો સોદો કર્યો હતો.ફેસબૂક ધારત તો રોહિંગ્યાઓ સામેની હેટ સ્પીચનો પ્રસાર રોકી શકી હોત પણ કંપનીએ કોઈ કાર્યવાહી કરી નહોતી. દરમિયાન બ્રિટનમાં પણ રોહિંગ્યાઓના વકીલે ફેસબૂકને લખેલા પત્રમાં કહેવાયુ છે કે, રોહિંગ્યાઓના પરિવારોને મ્યાનમારમાં ગંભીર હિંસાનો સામનો કરવો પડ્યો હતો.૨૦૧૧માં મ્યાનમારમાં ફેસૂબકને લોન્ચ કરવામાં આવી હતી અને રોહિંગ્યાઓ સામેના અભિયાનમાં ફેસૂબકના કારણે મદદ મળી હતી.મ્યાનમારમાં થયેલી હિંસાના મુદ્દે રોહિંગ્યાઓ દ્વારા અમેરિકા અને બ્રિટનમાં સોશિયલ મીડિયા કંપની ફેસબૂક સામે કેસ કરવામાં આવ્યો છે.