News Continuous Bureau | Mumbai .
યુક્રેન સામે છેડેલા યુદ્ધની(Russia ukrainr war) અસર રશિયાની અર્થવ્યવસ્થા(Economy) પર પડી રહી છે.
એક અહેવાલ અનુસાર રશિયાએ તેના 103 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત વિદેશી દેવા(Foreign debt) પર ડિફોલ્ટ(Default) કર્યું છે.
27 મેના રોજ, રશિયાએ વિદેશી દેવું પર $100 મિલિયનનું વ્યાજ ચૂકવવાનું હતું, જેના પર એક મહિનાનો ગ્રેસ પીરિયડ(Grace Period) હતો.
આ સમય પણ રવિવાર 26 જૂને સમાપ્ત થયો અને તકનીકી રીતે રશિયા આ લોન પર ડિફોલ્ટ થયું, જે 1918 પછી પ્રથમ વખત છે.
યુદ્ધ અને અન્ય કારણોસર રશિયામાં હાલ મોંઘવારીનો દર ડબલ ડિજિટમાં(Double digit) પહોંચવાની સાથે અર્થવ્યવસ્થામાં મંદીનું મોજું ફરી વળ્યું છે.
આ સમાચાર પણ વાંચો : તાલિબાની સરકાર ખુશખુશાલ- આખરે 10 મહિના બાદ ભારતે અહીં ફરી શરૂ કરી પોતાની એમ્બેસી
