News Continuous Bureau | Mumbai
રશિયાના યુક્રેન પર એટેક બાદ દુનિયાભરના દેશોએ સખત નિંદા કરી અને રશિયા પર અનેક પ્રકારના પ્રતિબંધો પણ લગાવી દીધા છે
હવે કડીમાં રશિયાએ વધુ એક વળતુ પગલુ ભરતા ગૂગલ ન્યૂઝને બ્લોક કરી દીધું છે.
રશિયાના કોમ્યુનિકેશન રેગ્યુલેટરે ગૂગલ ન્યૂઝ વિરુદ્ધ આ કાર્યવાહી કરી છે.
નિયમનકારે ગૂગલ ન્યૂઝ પર યુક્રેનમાં રશિયાના સૈન્ય ઓપરેશન વિશે નકલી સામગ્રીને ઍક્સેસ કરવાની મંજૂરી આપવાનો આરોપ મૂક્યો છે.
રિપોર્ટ અનુસાર, રશિયામાં તાજેતરમાં એક નવો કાયદો લાવવામાં આવ્યો હતો, જે અંતર્ગત રશિયન સૈન્યને બદનામ કરતી કોઈપણ ઘટનાની જાણ કરવી ગેરકાયદેસર છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ યૂક્રેન યુદ્ધની વચ્ચે પહેલાથી જ સખત પગલા ભર્યા છે, અને દેશમાં પહેલાથી જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર સહિતની સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો છે
આ સમાચાર પણ વાંચો : રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે ભારતનું તટસ્થ વલણ, UNSCમાં રશિયાના આ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહ્યું, પણ આ વખતે રશિયાને લાગ્યો ઝટકો; જાણો વિગતે