News Continuous Bureau | Mumbai
Saudi Arabia rain: સાઉદી અરેબિયા ( Soudi Arabia ) માં સતત ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગરમ રણના દેશના મોટાભાગના સ્થળોએ અવિરત વરસાદને પગલે બુધવારે શાળાઓ બંધ રહી હતી. રાજધાની રિયાધમાં એક હાઈવે પર અનેક વાહનો પાણીમાં ડૂબી ગયા હતા. રિપોર્ટ અનુસાર અહીં પૂરના કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
Saudi Arabia rain: કતારમાં પણ લોકો પરેશાન છે
બીજી તરફ કતારની રાજધાની દોહામાં તોફાનના કારણે એક જ દિવસમાં એટલો વરસાદ થયો કે અહીં એક વર્ષમાં પણ નથી થતો. દોહાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર 79.5 મીમી (3.13 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે ત્યાંના વાર્ષિક 50 મીમી વરસાદ કરતાં વધુ છે.
Saudi Arabia rain: જૂઓ ભયાનક દ્રશ્યો
Big rain and loud storms hit UAE and make floods in #Dubai. Cars are stuck on the roads because of it.
This is how betraying #Palestine looks like.#dubairain #DubaiFlooding #Israel #DubaiAirport #DubaiStorm #Iranpic.twitter.com/AhoFnKGuuy
— 𝘿𝙐𝘾𝙆𝙔 (@ducky_profile) April 17, 2024
ભારે વરસાદને કારણે UAEના મુખ્ય ધોરીમાર્ગોના કેટલાક ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને દુબઈના રસ્તાઓ નદી બની ગયા હતા. દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ (DXB), જે વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકી એક છે, પર કામગીરી લગભગ 25 મિનિટ માટે રોકી દેવામાં આવી હતી. જેના કારણે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ કરવી પડી અને ઘણી મોડી પડી.
સાઉદી અરેબિયાના પવિત્ર શહેરો મક્કા અને મદીના વચ્ચેના વિશાળ રણ વિસ્તારના એક ભાગમાં ભારે વરસાદ બાદ આશ્ચર્યજનક પરિવર્તન આવ્યું છે. એક સમયે સૂકા અને નિર્જન ગ્રામ્ય વિસ્તારમાં પાણીનો પુષ્કળ પ્રવાહ વહી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Ram Navami Surya Tilak : અયોધ્યામાં રામ નવમી પર ભગવાન સૂર્ય શ્રી રામલ્લાનો કર્યો સૂર્ય અભિષેક, જુઓ રામ તિલકની અદભૂત ક્ષણ
Saudi Arabia rain: આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ અને કરા
રાષ્ટ્રીય હવામાન કેન્દ્રે દુબઈ, અબુ ધાબી, શારજાહ અને અન્ય કેટલાક અમીરાતના રહેવાસીઓને આગામી 24 કલાક દરમિયાન ભારે વરસાદ અને કરા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. UAE ના પાડોશી દેશો બહેરીન, કતાર અને સાઉદી અરેબિયામાં પણ ભારે વરસાદ થયો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)
