News Continuous Bureau | Mumbai
છેલ્લા કેટલાક અઠવાડિયા દરમિયાન દૈનિક કોવિડ કેસની(Covid case) સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે
વધતા જતા કેસના પગલે સાઉદી અરેબિયા(Saudi Arabia) સરકારે ભારત (India) સહિત 16 દેશોની યાત્રા(Travelling) પર પ્રતિબંધ લગાવી દીધો છે.
સાઉદી અરેબિયાએ જાહેરાત કરી કે આ 16 દેશો ઉપરાંત જે સાઉદી નાગરિકો(Saudi nationals) બિન-અરબ દેશોમાં મુસાફરી કરવા ઈચ્છે છે તેમની પાસે પાસપોર્ટ(Passport) છ મહિનાથી વધુ સમય માટે માન્ય હોવો આવશ્યક છે.
આ ઉપરાંત આરબ દેશોમાં મુસાફરી કરવા માટે પાસપોર્ટની માન્યતા ઓછામાં ઓછી ત્રણ મહિનાની હોવી જોઈએ.
જે દેશોમાં પ્રતિબંધ મુક્યો છે તેમાં ભારત, લેબનોન, સીરીયા, તુર્કી, ઈરાન, અફઘાનિસ્તાન, યમન, સોમાલિયા, ઈથોપિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, લિબિયા, ઈન્ડોનેશિયા, વિયેતનામ, આર્મેનિયા, બેલારુસ અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો : હદ થઇ ગઈ હવે તો, અફઘાનિસ્તાનમાં તાલિબાની સરકારે મહિલા એન્કર્સ અને શિક્ષણને લઈને જાહેર કર્યું આવું વિચિત્ર ફરમાન.. જાણો વિગતે