India-CARICOM Summit: ગુયાનામાં યોજાયું બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન, PM મોદીએ આ સાત મુખ્ય ક્ષેત્રોમાં CARICOM દેશોને સહાયતાની કરી ઓફર..

India-CARICOM Summit: બીજું ભારત-કારિકોમ શિખર સંમેલન

by Hiral Meria
Second India-CARICOM Summit in guyana

News Continuous Bureau | Mumbai

India-CARICOM Summit: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી અને કેરિકોમના હાલના અધ્યક્ષ મહામહિમ ડિકોન મિશેલે જ્યોર્જટાઉનમાં આયોજિત બીજા ભારત-કારિકોમ શિખર સંમેલનની અધ્યક્ષતા કરી હતી. પ્રધાનમંત્રીએ ગયાનાના રાષ્ટ્રપતિ મહામહિમ ઇરફાન અલીનો આ શિખર સંમેલનના ભવ્ય આયોજન માટે આભાર માન્યો હતો. સૌપ્રથમ ઇન્ડિયા-કેરિકોમ સમિટ વર્ષ 2019માં ન્યૂયોર્કમાં યોજાઈ હતી. આ શિખર સંમેલનમાં ગુયાનાના પ્રમુખ અને ગ્રેનેડાના પ્રધાનમંત્રી ઉપરાંત નીચેની બાબતો સામેલ થઈ હતી. 

  • (1) ડોમિનિકાના રાષ્ટ્રપતિ, મહામહિમ સિલ્વેની બર્ટન અને ડોમિનિકાના પ્રધાનમંત્રી મહામહિમ રૂઝવેલ્ટ સ્કેરીટ;
  • (2) સુરીનામના પ્રમુખ મહામહિમ ચંદ્રિકાપરસદ સંતોખી;
  • (3) ત્રિનિદાદ એન્ડ ટોબેગોના પ્રધાનમંત્રી મહામહિમ ડૉ. કીથ રોવલી;
  • (4) બાર્બાડોસના પ્રધાનમંત્રી મહામહિમ મિયા એમોર મોટલી;
  • (5) એન્ટિગુઆ અને બાર્બુડાના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ગેસ્ટન બ્રાઉન;
  • (6) ગ્રેનેડાના વડા પ્રધાન એચ.ઈ. ડિકોન મિશેલ;
  • (7) બહામાસના પ્રધાનમંત્રી અને નાણાં મંત્રી માનનીય ફિલિપ એડવર્ડ ડેવિસ, કે.સી.
  • (8) સેન્ટ લ્યુસિયાના પ્રધાનમંત્રી શ્રી ફિલિપ જે પિયરે,
  • (9) સેન્ટ વિન્સેન્ટના પ્રધાનમંત્રી મહામહિમ રાલ્ફ એવરાર્ડ ગોન્સાલ્વેસ
  • (10) બહામાઝના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી ફિલિપ એડવર્ડ ડેવિસ
  • (11) બેલિઝના વિદેશ મંત્રી, મહામહિમ ફ્રાન્સિસ ફૉન્સેકા
  • (12) જમૈકાના વિદેશ મંત્રી મહામહિમ કામિના સ્મિથ
  • (13) સેન્ટ કિટ્સ એન્ડ નેવિસના વિદેશ મંત્રી ડૉ. ડેન્ઝિલ ડગ્લાસ
    1. કેરિકોમ (CARICOM)ના લોકો સાથે પોતાની ઊંડી એકતાની લાગણી વ્યક્ત કરીને પ્રધાનમંત્રીએ ( Narendra Modi ) વિસ્તારમાં બેરીલ વાવાઝોડાને કારણે થયેલા વિનાશ પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી હતી. તાજેતરનાં વર્ષોમાં વિવિધ પડકારો અને સંઘર્ષોથી સૌથી વધુ અસર ગ્લોબલ સાઉથ દેશો પર થઈ હોવાનું નોંધીને તેમણે વિશ્વસનીય ભાગીદાર તરીકે કેરિકોમ દેશો પ્રત્યે ભારતની દ્રઢ કટિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરી હતી. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારતનો વિકાસલક્ષી સહકાર કેરિકોમ દેશોની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓ પર આધારિત છે.

  1. ભારતની નજીકની વિકાસલક્ષી ભાગીદારી અને આ વિસ્તાર સાથે લોકોથી લોકો વચ્ચેનાં મજબૂત જોડાણને આગળ વધારવા માટે પ્રધાનમંત્રીએ સાત મુખ્ય ક્ષેત્રોમાં કેરિકોમ ( CARICOM ) દેશોને સહાયતાની ઓફર કરી હતી. આ ક્ષેત્રો કેરિકોમ (CARICOM) સંક્ષિપ્ત શબ્દ સાથે સારી રીતે બંધબેસે છે અને ભારત અને જૂથ વચ્ચેની મિત્રતાના ગાઢ બંધનોને વિસ્તૃત કરે છે. તેઓ આ પ્રમાણે છે:

આ સમાચાર પણ વાંચો:  Adani Row: અદાણી જૂથને વધુ એક ઝટકો, આ દેશ એ અધધ ₹21,422 કરોડની વીજળી-એરપોર્ટની ડીલ કરી રદ…

  1. C: કેપેસિટી બિલ્ડીંગ
  2. A: કૃષિ અને ખાદ્ય સુરક્ષા,
  3. R: પુનઃપ્રાપ્ય ઊર્જા અને આબોહવા પરિવર્તન
  4. I: નવીનીકરણ, ટેકનોલોજી અને વેપાર
  5. C: ક્રિકેટ અને સંસ્કૃતિ
  6. O: ઓશન ઈકોનોમી એન્ડ મેરિટાઈમ સિક્યુરિટી
  7. M: દવાઓ અને આરોગ્ય
  •  ક્ષમતા નિર્માણ પર પ્રધાનમંત્રીએ ( India-CARICOM Summit ) આગામી પાંચ વર્ષમાં કેરિકોમ દેશો માટે વધુ એક હજાર આઇટીઇસી સ્લોટની જાહેરાત કરી હતી. ખાદ્ય સુરક્ષાનાં ક્ષેત્રમાં, આ દેશો માટે એક મહત્વપૂર્ણ પડકાર છે, તેમણે કૃષિ ક્ષેત્રમાં ટેકનોલોજી – ડ્રોન, ડિજિટલ ફાર્મિંગ, ફાર્મ મિકેનાઇઝેશન અને જમીન પરીક્ષણમાં ભારતનાં અનુભવો વહેંચ્યાં હતાં. સરગાસમ સીવીડ કેરેબિયનમાં પ્રવાસન માટે મોટો પડકાર છે તે જોતાં પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત દરિયાઈ શેવાળને ખાતરમાં પરિવર્તિત કરવામાં મદદરૂપ થવામાં ખુશ થશે.
  • અક્ષય ઊર્જા અને આબોહવામાં ફેરફારનાં ક્ષેત્રોમાં ભારત અને કેરિકોમ ( India CARICOM ) વચ્ચે જોડાણ વધારવાનું આહ્વાન કરીને પ્રધાનમંત્રીએ સભ્યોને ભારતનાં નેતૃત્વમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન, આપત્તિને અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગઠબંધન, મિશન લાઇફઇ અને ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ જેવી ભારતની આગેવાની હેઠળની વૈશ્વિક પહેલોમાં જોડાવા અપીલ કરી હતી.
  • ભારતમાં નવીનતા, ટેકનોલોજી અને વેપારને કારણે થયેલા પરિવર્તનશીલ પરિવર્તનો વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ જાહેર સેવાની ડિલિવરી વધારવા માટે કેરિકોમનાં દેશોને ભારતનાં ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ક્લાઉડ-આધારિત ડિજી લોકર અને યુપીઆઈ મોડલ્સની ઓફર કરી હતી.
  • કેરિકોમ ( CARICOM Countries ) અને ભારત ગાઢ સાંસ્કૃતિક અને ક્રિકેટિંગ સંબંધો ધરાવે છે. પ્રધાનમંત્રીએ દરેક કેરિકોમ દેશોમાંથી 11 યુવાન મહિલા ક્રિકેટરોને ભારતમાં તાલીમ આપવાની જાહેરાત કરી હતી. તેમણે આગામી વર્ષે સભ્ય દેશોમાં “ભારતીય સંસ્કૃતિના દિવસો”નું આયોજન કરવાની દરખાસ્ત પણ રજૂ કરી હતી, જેથી લોકો વચ્ચેનાં સંબંધો મજબૂત થઈ શકે.
  • દરિયાઈ અર્થતંત્ર અને દરિયાઈ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, ભારત કેરેબિયન સમુદ્રમાં દરિયાઈ ડોમેન મેપિંગ અને હાઈડ્રોગ્રાફી પર કેરિકોમનાં સભ્યો સાથે કામ કરવા તૈયાર છે.
  • પ્રધાનમંત્રીએ ગુણવત્તાયુક્ત અને વાજબી હેલ્થકેરમાં ભારતની સફળતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જન ઔષધિ કેન્દ્રો [જેનેરિક દવાઓની દુકાનો] મારફતે જેનેરિક દવાઓ ઉપલબ્ધ કરાવવાના ભારતના મોડલની ઓફર કરી હતી. તેમણે કેરિકોમનાં લોકોનાં ઇ-હેલ્થ અને સુખાકારીને પ્રોત્સાહન આપવા માટે યોગ નિષ્ણાતોને મોકલવાની પણ જાહેરાત કરી હતી.
  • કેરીકોમ (CARICOM)ના નેતાઓએ ભારત અને કેરિકોમ (CARICOM) વચ્ચે ભાગીદારીને મજબૂત કરવા માટે પ્રધાનમંત્રીની સાત મુદ્દાની યોજનાને આવકારી હતી. તેમણે ગ્લોબલ સાઉથમાં ભારતનાં નેતૃત્વની અને નાનાં ટાપુનાં વિકાસકર્તા દેશો માટે આબોહવામાં ન્યાય માટે ભારતનાં મજબૂત સાથસહકારની પ્રશંસા કરી હતી. તેમણે વૈશ્વિક સંસ્થાઓમાં સુધારો કરવાની હાકલ કરી હતી અને આ સંબંધમાં ભારત સાથે ખભેખભો મિલાવીને કામ કરવા આતુર હતા.
  • પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સાઉથની ચિંતાઓને વાચા આપવા માટે કટિબદ્ધ છે. પ્રધાનમંત્રીએ જાહેરાત કરી હતી કે, આગામી ઇન્ડિયા-કેરિકોમ સમિટનું આયોજન ભારતમાં થશે. તેમણે સમિટના સફળ આયોજન માટે રાષ્ટ્રપતિ ઇરફાન અલી, પ્રધાનમંત્રી ડિકોન મિશેલ અને કેરિકોમ સેક્રેટરિએટનો આભાર માન્યો હતો.
  • ઉદઘાટન અને સમાપન સત્રોમાં પ્રધાનમંત્રીએ કરેલું સંબોધન નીચેની લિંક પર જોઈ શકાશેઃ

આ સમાચાર પણ વાંચો:    Maharashtra CM Face : મહારાષ્ટ્રનો સીએમ કોણ બનશે…? MVA અને મહાયુતિમાં પદ માટે આંતરિક વિખવાદ, કોંગ્રેસની માંગ પણ અધૂરી; કેવી રીતે બનશે સરકાર?

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More