Sheikh Hasina Bangladesh Return શું શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે? રિપોર્ટ્સમાં દાવો ભારતે મૂકી મોટી શરતો!

Sheikh Hasina Bangladesh Return ઓગસ્ટ ૨૦૨૪ થી ભારતમાં આશ્રય મેળવી રહેલા બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાનના આગમનને લઈને અટકળો તેજ, વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું

by kalpana Verat
Sheikh Hasina Bangladesh Return  શું શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે? રિપોર્ટ્સમાં દાવો ભારતે મૂકી મોટી શરતો!

News Continuous Bureau | Mumbai

Sheikh Hasina Bangladesh Return બાંગ્લાદેશ (Bangladesh) ના રાજકારણમાં મોટો ઉથલપાથલના સંકેતો મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ, બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના (Sheikh Hasina) આગામી ડિસેમ્બર મહિનામાં પોતાના વતન પરત ફરી શકે છે. ઓગસ્ટ ૨૦૨૪ માં સત્તા ગુમાવ્યા બાદથી ભારતમાં આશ્રય મેળવી રહેલા શેખ હસીનાએ હવે સ્વદેશ વાપસીની ઈચ્છા વ્યક્ત કરી છે. એક અહેવાલ અનુસાર, ભારત પણ તેમની વાપસીના માર્ગ પર સહમત છે, પરંતુ નવી દિલ્હી દ્વારા સ્પષ્ટ શરત રાખવામાં આવી છે કે તેમની સુરક્ષાની સંપૂર્ણ ખાતરી હોવી જોઈએ અને તેમને કાયદાકીય પ્રક્રિયા હેઠળ નિષ્ક્ષપ સુનાવણી (Fair Trial) નો મોકો મળવો જોઈએ

Sheikh Hasina Bangladesh Return – ભારત દ્વારા સુરક્ષા અને ન્યાયિક પ્રક્રિયા સુનિશ્ચિત કરવાની માંગ

અહેવાલો મુજબ, નવી દિલ્હી લાંબા સમયથી શેખ હસીના (Sheikh Hasina) ના દેશનિકાલ બાદ તેમની સુરક્ષિત વાપસીનો રસ્તો તૈયાર કરવાના પ્રયાસો કરી રહી છે. ભારત સરકાર ઈચ્છે છે કે અવામી લીગ (Awami League) ના પ્રમુખ એવા શેખ હસીના જ્યારે બાંગ્લાદેશ પરત ફરે ત્યારે તેમને જીવનું જોખમ ન હોય અને ન્યાયિક પ્રક્રિયામાં પોતાનો પક્ષ રાખવાની પૂરી તક મળે. જોકે, ભારતીય વિદેશ મંત્રાલય (Ministry of External Affairs) દ્વારા આ માને લઈને અત્યાર સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી અને આ વિષય પર મૌન જાળવવામાં આવ્યું છે

Sheikh Hasina Bangladesh Return – પાસપોર્ટ માટેની અરજી અને બાંગ્લાદેશ સરકારની પ્રતિક્રિયા

તાજેતરમાં જ શેખ હસીના (Sheikh Hasina) દ્વારા નવા પાસપોર્ટ અને મુસાફરીના દસ્તાવેજો મેળવવા માટે સત્તાવાર અરજી કરવામાં આવી છે, જે સત્તામાંથી હટ્યા બાદ બાંગ્લાદેશ સરકાર સાથે તેમનો પ્રથમ સીધો સંપર્ક માનવામાં આવે છે. બીજી તરફ, બાંગ્લાદેશ સરકારના અધિકારીઓએ દાવો કર્યો છે કે અન્ય કોઈ દેશ તેમને આશ્રય આપવા તૈયાર ન હોવાને કારણે તેઓ હવે પાછા ફરવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. બાંગ્લાદેશની અદાલત દ્વારા તેમને સજા સંભળાવવામાં આવી હોવાથી ત્યાંની સરકાર સતત તેમના પ્રત્યાર્પણ (Extradition) ની માંગ કરી રહી છે

Sheikh Hasina Bangladesh Return – આંતરરાષ્ટ્રીય રાજકારણ અને કૂટનીતિક સ્તરે વધી રહેલી ચર્ચાઓ

શેખ હસીના (Sheikh Hasina) ની સંભવિત વાપસીના અહેવાલો સામે આવ્યા બાદ દક્ષિણ એશિયાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વિશ્લેષકોનું માનવું છે કે જો તેઓ બાંગ્લાદેશ પરત ફરે છે તો ત્યાંના રાજકીય સમીકરણોમાં મોટો બદલાવ આવી શકે છે. અવામી લીગના સમર્થકો અને પક્ષના કાર્યકરોમાં આ સમાચારથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જ્યારે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચેના કૂટનીતિક સંબંધો પર આ નિર્ણયની મોટી અસર જોવા મળી શકે છે

👉 આ સમાચાર વાચો:
INS Betwa Upgrade નૌકાદળની તાકાતમાં વધારો યુદ્ધજહાજ INS બેતવાનું થશે મેકઓવર; વરાળના બદલે હવે ડીઝલ એન્જિનથી દોડશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More