Site icon

વાહ! USની આ 6 જાયન્ટ કંપનીઓનું સુકાનીપદ ભારતીય મૂળના મહારથીઓના હાથમાં. જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 30 નવેમ્બર  2021    
મંગળવાર.

ભારતીયો માટે વધુ ગર્વ લેવાનો વખત આવ્યો છે. ટ્વીટરના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO) પદે ભારતીય મૂળના પરાગ અગ્રવાલની નિમણૂક  કરવામાં આવી છે. એ સાથે જ હવે યુનાઈટેડ સ્ટેટની 6 જાયન્ટ કંપનીઓનું સંચાલન ભારતીય મૂળની વ્યક્તિઓના હાથમાં આવી ગયું છે  Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks અને હવે તેમાં Twitter પણ જોડાઈ ગયું છે. ભારતમાં જન્મેલા અને મોટા થયેલા પરાગ અગ્રવાલના હાથમાં ટ્વીટરની કમાન આવી છે. સોમવારે તેમને ટ્વીટરના CEO જાહેર કરવામાં આવ્યા હતા. 

Join Our WhatsApp Community

 

Google CEO સુંદર પિચાઈ છે, Microsoft CEO સત્ય નડેલા છે, Adobe CEO શાંતનુ નારાયણ છે, IBM CEO અરવિંદ કૃષ્ણ છે, Palo Alto Networks CEO છે નિકેશ અરોરા અને છેલ્લે તેમાં હવે Twitter CEO  તરીકે પરાગ અગ્રવાલના નામનો સમાવેશ થઈ ગયો છે.

 

ટ્વિટરના CEO પદે નીમાયા ભારતીય પરાગ અગ્રવાલ, જાણો કોણ છે પરાગ અગ્રવાલ? 10 વર્ષમાં હાસિલ કરી ટોચની પોસ્ટ જાણો વિગત,

ભારતીય-અમેરિકન પરાગ અગ્રવાલને Twitterના નવા CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા પછી, વિશ્વના ત્રીજા-સૌથી મોટા યુનિકોર્ન બિઝનેસ સ્ટ્રાઇપના CEO, પેટ્રિક કોલિસને જણાવ્યું હતું કે  “Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks અને હવે Twitter ભારતમાં મોટા થયેલા CEO દ્વારા ચલાવવામાં આવે છે. ટેક્નોલોજીની દુનિયામાં ભારતીયોની સફળતા અદ્ભુત છે. અમેરિકા ઇમિગ્રન્ટ્સને આપેલી તકનું તે એક સારું રીમાઇન્ડર છે. (અભિનંદન, @પરાગા!)," કોલિસને કહ્યું.

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીએ સોમવારે રાજીનામું આપ્યું હતું અને ભારતીય મૂળના પરાગ અગ્રવાલ તેમના અનુગામી બન્યા હતા. પરાગ IIT બોમ્બેના સ્નાતક છે  જેણે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ પર ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે સેવા આપી છે.

Bangladesh Earthquake: ધરતી ધ્રૂજી! બાંગ્લાદેશમાં વિનાશકારી ભૂકંપ, મૃત્યુઆંક વધવાની ભીતિ; ભારતમાં લોકો ઘરોમાંથી બહાર દોડ્યા.
Jr. Trump: ટ્રમ્પ જુનિયરનો ભારત પ્રવાસ: અમેરિકન અબજોપતિ રામા રાજુ મંતેનાના પુત્રી નેત્રા મંતેના અને વંશી ગડિરાજુના શાહી લગ્નમાં ઉદયપુરમાં આપશે હાજરી.
G20 Summit: PM મોદીનો ત્રણ દિવસનો G20 કાર્યક્રમ: દક્ષિણ આફ્રિકામાં કયા કયા મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે? જાણો સંપૂર્ણ વિગતો
Operation Sindoor: ઓપરેશન સિંદૂર માં ભારતે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તોડી પાડ્યા? મોટો ખુલાસો, ટ્રમ્પનો દાવો ખોટો પડ્યો!
Exit mobile version