ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઓગસ્ટ. 2021
સોમવાર.
અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ સમગ્ર દેશમાં ગભરાટનું વાતાવરણ છે.
લોકો દેશ છોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય આતંકવાદી સંગઠનો પણ આનો લાભ લઈ રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, કાબુલ એરપોર્ટના ઉત્તર ગેટ પર આજે અફઘાન સૈનિકો અને અજાણ્યા હુમલાખોરો વચ્ચે ગોળીબાર થયો છે.
આ ગોળીબારમાં એક અફઘાન સૈનિક માર્યો ગયો, જ્યારે ત્રણ સૈનિકો ઘાયલ થયા છે. અમેરિકન અને જર્મન સેનાઓ પણ આ યુદ્ધમાં સામેલ હતી.
જોકે, હજુ સુધી એ સ્પષ્ટ થયું નથી કે ફાયરિંગની આ ઘટના કોની તરફથી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે કાબુલ એરપોર્ટની સુરક્ષા હાલમાં યુએસ આર્મી પાસે છે.
